નિશા શાહ

પોલરૉગ્રાફી (polarography)

પોલરૉગ્રાફી (polarography) વિદ્યુતવિભાજનીય (electrolytic) કોષમાંના દર્શક વીજધ્રુવના વિભવના ફલન તરીકે વીજપ્રવાહના માપન દ્વારા દ્રાવણમાંના વિદ્યુતસક્રિય (electroactive) ઘટકની સાંદ્રતા શોધવાની વીજરાસાયણિક પદ્ધતિ. પોલરૉગ્રાફિક પદ્ધતિમાં એક ધ્રુવણીય સૂક્ષ્મ વીજધ્રુવ (polarizable micro-electrode) અને બીજા સંદર્ભ (અધ્રુવણીય) વીજધ્રુવ(દા. ત., સંતૃપ્ત કૅલોમલ વીજધ્રુવ, (SCE)નો ઉપયોગ થાય છે. સૂક્ષ્મ વીજધ્રુવ તરીકે ટપકતા પારાના (પારદબિંદુપાતી) વીજધ્રુવ(dropping mercury…

વધુ વાંચો >

ભારમાપક પૃથક્કરણ

ભારમાપક પૃથક્કરણ (Gravimetric Analysis) માત્રાત્મક વિશ્લેષણ(quantitative analysis)નો એક પ્રકાર, જેમાં ઇચ્છિત ઘટક(તત્વ કે સમૂહ)ને સામાન્ય રીતે અવક્ષેપન (precipitation) દ્વારા શક્ય તેટલા શુદ્ધ સંયોજન રૂપે મેળવી તેને શુષ્ક બનાવી, તેનું વજન કરવામાં આવે છે. કોઈ કોઈ કિસ્સામાં એવું સંયોજન કે તત્વ પણ ઉદભવે છે કે જેમાં ઇચ્છિત તત્વ ન હોય, પણ…

વધુ વાંચો >

વિદ્યુતગતિજ ઘટનાઓ (Electrokinetic phenomena)

વિદ્યુતગતિજ ઘટનાઓ (Electrokinetic phenomena) : અવિચ્છિન્ન (સતત, continuous) માધ્યમમાંથી વીજભારિત કણોની ગતિ(સંચલન, movement)ને કારણે અથવા વીજભારિત સપાટી ઉપરથી અવિચ્છિન્ન માધ્યમની ગતિ સાથે સંકળાયેલી ઘટનાઓ. આમાં વિદ્યુતકણ-સંચલન (electrophoresis), વિદ્યુત-પરાસરણ (electroosmosis), પ્રવાહી ધારા-વિભવ (streaming potential) અને અવસાદન વિભવ (sedimentation potential) અથવા ડૉર્ન અસર(Dorn effect)નો સમાવેશ થાય છે. આ ઘટનાઓ વીજભારિત સપાટીની આસપાસના…

વધુ વાંચો >

વિદ્યુત-રાસાયણિક શ્રેણી (electrochemical series)

વિદ્યુત-રાસાયણિક શ્રેણી (electrochemical series) : રાસાયણિક તત્વોને તેમની ઇલેક્ટ્રૉન ગ્રહણ કરવાની [અપચયન (reduction) પામવાની] કે મુક્ત કરવાની [ઉપચયન (oxidation) પામવાની] વૃત્તિ અનુસાર ગોઠવવાથી મળતી શ્રેણી. તેને e.m.f. (electro motive force) કે સક્રિયતા (activity) શ્રેણી પણ કહે છે. રાસાયણિક પ્રક્રિયા કરવાની દૃષ્ટિએ તત્વો વિભિન્ન ક્રિયાશીલતા (સક્રિયતા, activity) દર્શાવે છે. જે તત્ત્વમાંથી…

વધુ વાંચો >

સ્ટેનલેસ સ્ટીલ

સ્ટેનલેસ સ્ટીલ (કાટસહ્ય પોલાદ, Stainless Steel) જેને કાટ લાગતો ન હોય તેમજ જે ક્ષારણ(corrosion)નાં અન્ય સ્વરૂપોનો પણ અસાધારણ પ્રતિકાર કરી શકતી હોય તેવી લોહ (આયર્ન, Fe) આધારિત મિશ્રધાતુઓના સમૂહ માટેનું જાતિગત (generic) નામ. સામાન્ય રીતે તે ઓછામાં ઓછું 11 %થી 12 % ક્રોમિયમ (Cr), કાર્બન (C)નું નીચું પ્રમાણ તેમજ નિકલ…

વધુ વાંચો >