નિકીતા  શાહ

દેહવિકાસનાં સોપાનો

દેહવિકાસનાં સોપાનો (milestones of development) : બાળકના શારીરિક અને માનસિક વિકાસના તબક્કાઓ. સંપૂર્ણપણે માતા પર આધારિત એવા ગર્ભમાંથી બાળપણ દરમિયાન જે વૃદ્ધિ અને વિકાસ થાય છે તેને કારણે તે સ્વતંત્ર પુખ્ત વ્યક્તિ બને છે. શરીરના કોષોની સંખ્યામાં તથા પેશીઓ અને અવયવોના કદમાં વધારો થાય છે તે પ્રક્રિયાને વૃદ્ધિ (growth) કહે…

વધુ વાંચો >

પોષણ નવજાતશિશુ(neonate)નું

પોષણ, નવજાતશિશુ(neonate)નું : નવા જન્મેલા બાળકનું પોષણ. ગર્ભશિશુ (foetus) તેની ઊર્જા(શક્તિ)ની જરૂરિયાત માટે માતાના લોહીમાંના ગ્લુકોઝ પર આધાર રાખે છે. જન્મ પછી થોડાક કલાક માટે નવજાત શિશુ તેના સ્નાયુ અને યકૃત(liver)માં સંગ્રહાયેલા ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવીને ઉપયોગ કરે છે. પરંતુ નવજાત શિશુનું યકૃત હજુ પૂરું વિકસેલું ન હોવાને કારણે તે પ્રોટીન…

વધુ વાંચો >

બાળશોષ

બાળશોષ (marasmus) : પાતળા પડેલા સ્નાયુવાળો તથા હાડકાંને જાણે ઢીલી કરચલીવાળી ચામડી વડે વીંટાળ્યાં હોય એવો દેખાવ ઉપજાવતો, ઉમરના પ્રમાણમાં 60 % કે તેથી ઓછું વજન ધરાવતો, ફૂલેલા પેટવાળો, અતિશય ભૂખ તથા અકળામણ(irritation)નાં લક્ષણો દર્શાવતો બાળકોનો રોગ. તેને શિશૂર્જા-ઊણપ પણ કહે છે (વિશ્વકોશ ખંડ 10, પૃ. 514–524 : ન્યૂનતાજન્ય રોગો).…

વધુ વાંચો >