નદી

નદી

નદી ભૂપૃષ્ઠ પરના પહાડી પ્રદેશોમાંથી નાનાંમોટાં ઝરણાં રૂપે નીકળી તળેટીપ્રદેશમાં ઢોળાવ-આધારિત વહનપથ પરથી એકધારો વહીને ઘણુંખરું સમુદ્રમાં ભળી જતો જળપ્રવાહ. ઘસારો, વહનક્રિયા અને નિક્ષેપક્રિયા દ્વારા ભૂપૃષ્ઠ પર મોટા પાયા પરના ફેરફારો માટે નદી ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ નદી ઊંચાણવાળા ભૂમિભાગમાંથી નીચાણવાળા પ્રદેશ તરફ વહેતી હોય છે, પરંતુ…

વધુ વાંચો >

નંદી

નંદી : ભારતીય પુરાણો અનુસાર ભગવાન શિવનો દ્વારપાળ, મુખ્યગણ અને એકમાત્ર વાહન. નંદી, નંદીશ્વર, નંદિક, નંદિકેશ્વર, શાલંકાયન, તાંડવતાલિક, શૈલાદિ વગેરે નામો વડે તે ઓળખાય છે. કશ્યપ અને સુરભિ(એટલે કામધેનુ)નો તે પુત્ર છે, એમ કેટલાંક પુરાણો માને છે. બીજાં કેટલાંક પુરાણો તેને શિલાદ મુનિનો પુત્ર માને છે. શિવપુરાણ તેને શિવનો અવતાર…

વધુ વાંચો >