નગીનદાસ હી. મોદી
શક્તિ-પરિવર્તકો (power-convertors)
શક્તિ–પરિવર્તકો (power-convertors) : વીજપ્રવાહના દબાણના તરંગોમાં ફેરફાર કરવા વપરાતાં ઇલેક્ટ્રૉનિક સાધનો. 1957માં સિલિકોન-કંટ્રોલ્ડ રેક્ટિફાયર(SCR)ની શોધ અને ત્યારબાદ તેમાં થયેલ વિકાસે – ખાસ કરીને થાઇરિસ્ટરોએ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં એક નવી જ શાખા ઊભી કરી, જેને પાવર-ઇલેક્ટ્રૉનિક્સ કહેવાય છે. પાવર-ઇલેક્ટ્રૉનિક્સમાં શક્તિ(પાવર)-પરિવર્તકો (power-convertors) મુખ્ય સાધનો છે. આ પરિવર્તકોનો વ્યાપ વિશાળ છે મિલી-વૉટની રમકડાની મોટરથી…
વધુ વાંચો >સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power)
સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power) : વિદ્યુત ઉત્પન્ન કરતા પ્લાન્ટમાંથી વિદ્યુતનું વહન કરી તેને ઉપભોક્તા સુધી પહોંચાડવાની પદ્ધતિ. અનુકૂળ જગ્યા, જ્યાં ઊર્જાસ્રોત (જેવા કે કોલસા, ગૅસ, ઊંચાઈએ સંગ્રહાતું પાણી, સારા પ્રમાણમાં અને સતત વધુ ગતિએ મળતો પવન, વિશાળ ખુલ્લી જગ્યામાં વધુ તાપમાને મળી રહેતી સૌર ઊર્જા વગેરે) મળી…
વધુ વાંચો >સી-પ્લેન (Sea Plane)
સી–પ્લેન (Sea Plane) : પાણી ઉપરથી સીધું હવામાં ઉડાણ ભરી શકે તથા પાણીમાં જ ઉતરાણ કરી શકે તેવું ઍરોપ્લેન. આવાં સી-પ્લેન બે પ્રકારનાં હોય છે : (1) તરતાં ઍરોપ્લેન તથા (2) ઊડતી હોડી જેવાં ઍરોપ્લેન (flying boats). તરતાં ઍરોપ્લેન (float plane) સામાન્ય ઍરોપ્લેન જેવાં જ હોય છે, પરંતુ પ્લેનનાં પૈડાંને…
વધુ વાંચો >સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકી
સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI), રૂરકી : સામાન્ય અને પ્રૌદ્યોગિકીય બાંધકામવિજ્ઞાનને લગતાં સંશોધનો માટેની અગ્રણી કેન્દ્રીય સંસ્થા. તે ઇજનેરો અને સ્થપતિઓને બાંધકામની રચનામાં અને બાંધકામમાં વપરાતા માલસામાનમાં થયેલ વિકાસ દ્વારા બાંધકામની પ્રક્રિયામાં કરકસર અને દક્ષતા સંબંધી માહિતી અને માર્ગદર્શન આપે છે. તે પ્રયોગશાળા-પરીક્ષણ દ્વારા ઔદ્યોગિક સંસ્થાઓને મદદ કરે છે અને…
વધુ વાંચો >સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન પુણે (Central Water and Power Research Station – CWPR Pune)
સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશન, પુણે (Central Water and Power Research Station – CWPR, Pune) : રાષ્ટ્રીય કક્ષાએ જલશક્તિવિદ્યાનું ઉત્તમ કેન્દ્ર (CWPR) પુણે ખાતે આવેલું છે. 1916માં નાના પાયે સ્થપાયેલ આ કેન્દ્ર શરૂઆતથી જ સિંચાઈ અને જલનિકાલના પ્રશ્નો હલ કરે છે. આજે આ કેન્દ્ર જલશક્તિ બાબતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની…
વધુ વાંચો >