ધાતુનિષ્કર્ષણ (metal extraction) : અયસ્ક(ore)માંથી ધાતુ મેળવવાની પ્રવિધિ (process). અયસ્કમાંથી ધાતુ મેળવતા પહેલાં તેને કુદરતી ખનિજમાંથી અલગ પાડવામાં આવે છે. આ માટેની રીતોમાં ખનિજમાં રહેલાં તત્ત્વોના ભૌતિક ગુણધર્મોના તફાવતનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ગુણધર્મોમાં વિશિષ્ટ ઘનતા, કઠિનતા, પારગમ્યતા, વીજવાહકતા જેવા ગુણધર્મોનો સમાવેશ થાય છે. આવી રીતોને અયસ્કપ્રસાધન (ore dressing)…
વધુ વાંચો >