ધનવંત ઓઝા

ઍન્ડ ક્વાયેટ ફ્લોઝ ધ ડૉન

ઍન્ડ ક્વાયેટ ફ્લોઝ ધ ડૉન (1925-1940) : રશિયાના પ્રશિષ્ટ નવલકથાકાર મિખાઇલ ઍલેક્ઝાન્ડ્રૉવિચ શૉલોખૉવ (1905-1984) કૃત મહાનવલ. 1,500થી વધુ પૃષ્ઠમાં તે રશિયાની ડૉન નદીના કાંઠાના પ્રદેશની કોઝાક પ્રજાની વિશિષ્ટ ખાસિયતોનું યથાર્થ આલેખન કરે છે. અકિસન્યા આસ્તાખોવા અને ગ્રેગરી મેલેખોવના વેદનાપૂર્ણ છતાં મધુર પ્રણયજીવનની આ કથા છે. શાંતિ, પ્રથમ વિશ્વયુદ્ધ, મહાન રશિયન…

વધુ વાંચો >

ઍંજલ્સ, ફ્રેડરિક

ઍંજલ્સ, ફ્રેડરિક (જ. 28 નવેમ્બર 1820, બાર્મેન, પ્રુશિયા; અ. 5 ઑગસ્ટ 1895, લંડન) : જર્મન સમાજવાદી ચિંતક, કાર્લ માર્કસનો નિકટનો સાથી તથા ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટાભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે માકર્સ…

વધુ વાંચો >

કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો

કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટો (1848) : માર્ક્સવાદ અને સામ્યવાદના ઇતિહાસમાં પ્રસિદ્ધ ફ્રેડરિક એન્જેલ્સના સહયોગમાં કાર્લ માર્ક્સે તૈયાર કરેલ રાજકીય ખત. શ્રમિકોના કૉમ્યુનિસ્ટ લીગ નામના નાના આંતરરાષ્ટ્રીય પક્ષના ઉદબોધન સમું આ ખત 1848ની ક્રાન્તિ સમયે પ્રસિદ્ધ થયું હતું. ‘દાસ કૅપિટલ’માં વિસ્તૃત રીતે આલેખાયેલી માર્ક્સની ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ની ફિલસૂફીના મહત્ત્વના અંશો તેમાં છે. તેમાં પ્રારંભનું…

વધુ વાંચો >