દોશી ચતુર્ભુજ આણંદજી
દોશી, ચતુર્ભુજ આણંદજી
દોશી, ચતુર્ભુજ આણંદજી (જ. 1894, કાઠિયાવાડ, ગુજરાત; અ. 21 જાન્યુઆરી 1969, મુંબઈ) : હિન્દી તથા ગુજરાતી ચલચિત્રોના દિગ્દર્શક. જન્મ સૌરાષ્ટ્રમાં. 1926માં ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદ હેઠળના દૈનિક ‘હિન્દુસ્તાન’માં જોડાયા. 1930માં મૂક ચિત્રો માટે પટકથાલેખક તરીકે આરંભ કર્યો. જયંત દેસાઈ, નંદલાલ, જશવંતલાલ તથા નાનુભાઈ વકીલ માટે ગુજરાતી ફિલ્મોની પટકથાઓ લખી. રણજિત મૂવીટોન…
વધુ વાંચો >