દેવીદાસ ગાંધી

પોલેરીમિતિ (polarimetry)

પોલેરીમિતિ (polarimetry) : પ્રકાશત: સક્રિય (optically active) સંયોજન ધરાવતા નમૂનામાંથી તલધ્રુવીભૂત (plane polarized) પ્રકાશ પસાર થાય ત્યારે ધ્રુવીભવનતલના પરિભ્રમણની દિશા અને તેના કોણના માપન ઉપર આધારિત રાસાયણિક વિશ્લેષણની રીત. પ્રકાશીય સમઘટકો(isomers)ના અન્વેષણ માટે, ખાસ કરીને શર્કરાઓના વિશ્લેષણ માટે તે એક અગત્યની પદ્ધતિ છે. પ્રકાશ એ વીજચુંબકીય તરંગસમૂહ ધરાવતું વિકિરણ છે.…

વધુ વાંચો >

પોલોનિયમ

પોલોનિયમ : આધુનિક આવર્ત કોષ્ટકના 16મા (VI A) સમૂહનું વિકિરણધર્મી (radioactive) રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા Po. 1898માં મેરી અને પિયર ક્યૂરીએ યુરેનિયમના ખનિજ પિચબ્લેન્ડમાંથી આ તત્ત્વ છૂટું પાડ્યું અને માતૃભૂમિ પોલૅન્ડ ઉપરથી તેને ‘પોલોનિયમ’ નામ આપ્યું. Po કુદરતમાં યુરેનિયમ, થોરિયમ અને ઍક્ટિનિયમની વિકિરક-ક્ષય-પેદાશ રૂપે મળે છે. કુદરતમાં તે ઘણું અલ્પ પ્રાપ્ય…

વધુ વાંચો >

પ્રેસિયોડિમિયમ

પ્રેસિયોડિમિયમ : આવર્તકોષ્ટક(periodic table)ના III B સમૂહનાં લૅન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખાતાં દુર્લભ મૃદા તત્વો (rare earth elements) પૈકીનું એક ધાત્વિક તત્વ. સંજ્ઞા Pr. ઑસ્ટ્રિયન રસાયણવિદ સી. એફ. આઉઅર વૉન વેલ્સબેકે 1885માં તે સમયે ડિડિમિયમ તરીકે ઓળખાતા તત્વના એમોનિયમ ડિડિમિયમ નાઇટ્રેટ ક્ષારમાંથી વિભાગીય (fractional)  સ્ફટિકીકરણ દ્વારા પ્રેસિયોડિમિયમ અને નિયોડિમિયમ ક્ષારો જુદા…

વધુ વાંચો >