ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન PTFE TFE)
ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન PTFE TFE)
ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન, PTFE, TFE) : 1938માં ડૂ પોં કંપનીએ વિકસાવેલા ખૂબ મજબૂત (tough), પારભાસક, બિનઆસંજક (non-adhesive) બહુલકનું વ્યાપારી નામ. ટેટ્રાફ્લૉરોઇથિલીનના જલીય દ્રાવણમાં ઇમલ્શન બહુલીકરણ દ્વારા ટેફલૉન બનાવાય છે : આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તથા પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા પાણી દ્વારા શોષાઈ જાય છે. ટેફલૉનનું ગ. બિં. 327° સે. છે.…
વધુ વાંચો >