ટાગોર ગગનેન્દ્રનાથ

ટાગોર, ગગનેન્દ્રનાથ

ટાગોર, ગગનેન્દ્રનાથ (જ. 1867; અ. 1951) : બંગાળશૈલીના ચિત્રકાર. રવીન્દ્રનાથ ટાગોરના પિત્રાઈ ભાઈ ગુણેન્દ્રનાથ ટાગોરના તેઓ સૌથી મોટા દીકરા. ભારતીય કલાના ઓગણીસમી સદીના પુનરુત્થાનકાળમાં મહત્વની વ્યક્તિઓમાં ગગનેન્દ્રનાથની ગણતરી થાય છે. તેમનાં ચિત્રો વિવિધ શૈલીમાં છે. જળરંગોમાં વૉશ ટૅકનિકથી કરેલાં ચિત્રોમાં બંગાળનાં ખેતરો, ગામડાં, નદીઓ, મંદિરો તથા હિમાલયનાં દાર્જિલિંગ, કાલિમ્પોંગ, સિક્કિમ,…

વધુ વાંચો >