ઝહીરમોહંમદ જાનમોહંમદ શેખ
યઝીદ બિન હઝરત મુઆવિયા
યઝીદ બિન હઝરત મુઆવિયા (જ. 642, હવારીન; અ. 11 નવેમ્બર 683) : પ્રસિદ્ધ મુસ્લિમ ઉમૈયા વંશના સ્થાપક અમીર મુઆવિયાનો પુત્ર, સીરિયાનો અત્યાચારી બાદશાહ. માતાનું નામ મૈસૂન બિન્તે બજદલ. હઝરત ઇમામ હસનની ખિલાફત પછી હઝરત અમીર મુઆવિયા અમીરુલ મોમિનીન એટલે કે ખલીફા બન્યા. અંતિમ સમયમાં તેમણે પોતાના પુત્ર યઝીદને ગાદી મળે…
વધુ વાંચો >યાકૂબી, અલ મસૂદી
યાકૂબી, અલ મસૂદી (જ. ?; અ. હિ. સ. 284, ઈ. સ. 897, ઇજિપ્ત) : આરબ ઇતિહાસકાર અને ભૂગોળવેત્તા. મૂળ નામ અહમદ ઇબ્ને અલી યાકૂબ અલ મિસરી. પિતાનું નામ અબૂ યાકૂબ હતું. તેમના પૂર્વજ વાદીહ સાહિલની આઝાદ વ્યક્તિ હતા, અને તેમણે ખલીફા મન્સૂર પછી પોતાના કુટુંબ માટે અલ અબ્બાસી નામ ધારણ…
વધુ વાંચો >શેખ, અલી ઇરજી
શેખ, અલી ઇરજી (તેરમી સદી) : શેખ એહમદ ગંજ બખ્શના શિષ્ય અને જાણીતા પીર. તેમનું મૂળ નામ શેખ મેહમૂદઅલી હતું. તેઓ ઈરાનના ઇરજ શહેરના વતની હતા. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના એહમદશાહ બાદશાહે ચાર એહમદો અને 12 બાવાઓની હાજરીમાં કરી. તેમણે ઇસ્લામી દુનિયાના વિદ્વાનોને આશ્રય આપવાનું બીડું ઝડપ્યું તેથી દુનિયામાંથી આલિમો,…
વધુ વાંચો >શેખ, એહમદ સરહિંદી
શેખ, એહમદ સરહિંદી (જ. 26 જૂન 1564, સરહિંદ શરીફ, ઉત્તર ભારત; અ. 10 ડિસેમ્બર, 1624) : ઇસ્લામી વિદ્યાના વિદ્વાન અને સૂફી સંત. તેઓ હજરત ઉંમર ફારુકે-આઝમ અમીરૂલ મોમિનના વંશજ હતા. એ રીતે કાબૂલના શ્રેષ્ઠ ખાનદાનના એ હતા. ખાનદાની રિવાયત પ્રમાણે તેઓ પશ્ચિમ પાકિસ્તાનના મશહૂર સૂફી સંત હજરત બાબા ફરીદગંજ શકરના…
વધુ વાંચો >શેખ, મુબારક નાગોરી
શેખ, મુબારક નાગોરી (જ. 1504, નાગોર, રાજસ્થાન; અ. 1594) : સૂફી સંત. યમનના શેખ મુસાના ખાનદાનમાં જન્મ. તેમના ખાનદાનમાં ઘણા પ્રકાંડ પંડિતો, વિદ્વાનો થઈ ગયા. શેખ મુસાએ સંસારનો ત્યાગ કર્યો અને સિંધમાં આવી એકાંતવાસ કર્યો. ઘણાં વર્ષો બાદ લગ્ન કર્યું. તેમના એક વંશજ શેખ ખિજર દસમી હિજરી સદીમાં સૂફીઓ, ઓલિયાઓને…
વધુ વાંચો >