જિતેન્દ્રભાઈ દેસાઈ

ઑફસેટ મુદ્રણ

ઑફસેટ મુદ્રણ : મુદ્રણની ત્રણ મુખ્ય પ્રચલિત પદ્ધતિઓ(લેટરપ્રેસ, ઑફસેટ, ગ્રેવ્યોર)માંની એક મુદ્રણ-પદ્ધતિ. એની શોધ એલોઈ સેન્ફેલેન્ડરે 1797માં શિલામુદ્રણ (lithography) તરીકે કરી હતી. મુદ્રણ માટે બે સપાટીની જરૂર હોય છે, છાપભાગ (image area) અને કોરો રાખવાનો ભાગ (non-image area). લેટરપ્રેસ-પદ્ધતિમાં છાપભાગ એકસરખી ઊંચી સપાટી પર અને કોરો રાખવાનો ભાગ એકસરખી નીચી…

વધુ વાંચો >

પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિ

પરિચય–પુસ્તિકા પ્રવૃત્તિ : વિવિધ વિષયો પરત્વે સરળ અને શિષ્ટ ભાષામાં સામાન્ય જ્ઞાન પીરસતી પુસ્તિકાઓનું પ્રકાશન કરતી પ્રવૃત્તિ. પરિચય ટ્રસ્ટના બે મોભીઓમાંના એક વાડીલાલ ડગલી અમેરિકા શિકાગો અભ્યાસાર્થે ગયા ત્યારે શિકાગો યુનિવર્સિટીની જ્ઞાનવિજ્ઞાનના પ્રચારની વિદ્યાપ્રવૃત્તિની વાત એમને ગમી ગઈ. તેમણે આ વાત તેમના પિતાતુલ્ય પ્રજ્ઞાચક્ષુ સ્વ. પંડિત સુખલાલજીને લખી. તે વાંચી…

વધુ વાંચો >

મુદ્રણ

મુદ્રણ મુદ્રણ એટલે મુખ્યત્વે કાગળ ઉપર શાહીથી કરવામાં આવતું છાપકામ. આજે પુસ્તકો, સામયિકો, વર્તમાનપત્રો તથા અન્ય મુદ્રિત સામગ્રી એટલી તો સુલભ છે કે મુદ્રણની શોધ થઈ તે પહેલાં આ વસ્તુઓ હતી જ નહિ અને મુદ્રણની શોધ થઈ ત્યારપછીના દાયકાઓમાં તે અત્યંત દુર્લભ હતી તે માનવાનું પણ અઘરું લાગે છે. મુદ્રણના…

વધુ વાંચો >