જાલિકા જળપરિવાહ (reticulate drainage)
જાલિકા જળપરિવાહ (reticulate drainage)
જાલિકા જળપરિવાહ (reticulate drainage) : બધી જ દિશાઓમાંથી વહેતી આવતી, અનિયમિત વળાંકોમાં વહેંચાયેલી અનેક શાખાનદીઓ જ્યારે મુખ્ય નદીને સંગમસ્થાનભેદે, જુદા જુદા ખૂણે મળે ત્યારે રચાતો જળપરિવાહ જાલિકા જળપરિવાહ કહેવાય છે. આ જળપરિવાહ જાળ જેવો અથવા વૃક્ષની અનેક શાખાઓ જેવો લાક્ષણિક આકાર દર્શાવતો હોવાથી આ પ્રમાણેનું નામ આપેલું છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >