જશભાઈ જી. પટેલ

કૅથોડ કિરણો

કૅથોડ કિરણો (cathode-rays) : વાયુ વીજવિભાર પ્રયુક્તિમાંના કૅથોડમાંથી ઉદભવતા ઇલેક્ટ્રૉનના કિરણપુંજ. કૅથોડની ધાતુમાંથી નીકળતાં અર્દશ્ય ઇલેક્ટ્રૉનનાં કિરણોને કાચની વિદ્યુત-વિભાર નળી(electric discharge tube)માં તેના છેડાઓમાંથી સંલયન (fusion) દ્વારા દાખલ કરવામાં આવેલ બંને વીજાગ્રો (electrodes) વચ્ચે આશરે 15,000 વોલ્ટ જેટલું ઊંચું વિદ્યુતદબાણ લગાડી, તેમની વચ્ચે આવેલ હવા(કે અન્ય વાયુ)નું દબાણ અતિશય ઘટાડીને…

વધુ વાંચો >

કૅલરી સિદ્ધાંત

કૅલરી સિદ્ધાંત : આંત્વાં લેવાઝિયે (1743-1794) નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે ઉષ્મા માટે સૂચવેલો સિદ્ધાંત. તેને કૅલરિકવાદ પણ કહે છે. અઢારમી સદીના અંત સુધી એવી માન્યતા પ્રવર્તતી હતી કે ઉષ્મા એક વજનરહિત, સ્થિતિસ્થાપક, અર્દશ્ય અને સ્વ-અપાકર્ષી (self- repellent) પ્રકારનું તરલ છે જેનું સર્જન કે નાશ શક્ય નથી. આ તરલ ‘કૅલરિક’ તરીકે ઓળખાતું.…

વધુ વાંચો >

કૅલિડોસ્કૉપ

કૅલિડોસ્કૉપ : એકબીજા સાથે જોડેલા કે ઢળતા રાખેલા અરીસા અનેક પ્રતિબિંબો રચે છે તે ગુણધર્મને પ્રદર્શિત કરતું મનોરંજન માટેનું રમકડું. તેની શોધ સર ડૅવિડ બ્રૂસ્ટરે 1816ની આસપાસ કરી હતી અને 1817માં તેનો પેટન્ટ મેળવ્યો હતો. બે અરીસાને 90°ને ખૂણે (કાટખૂણે) રાખી તેમની વચ્ચે કોઈ વસ્તુને રાખતાં, દરેક અરીસા વડે તેનું…

વધુ વાંચો >