જલધાતુકર્મ (hydrometallurgy) : ખનિજોમાંથી ધાતુઓના નિષ્કર્ષણ અને પુન:પ્રાપ્તિ માટેની એક પદ્ધતિ. તેમાં જલીય દ્રાવણો મુખ્ય ભાગ ભજવે છે. તેનો પ્રારંભ સોળમી સદીથી થયો હોવાનું મનાય છે પણ સાચો વિકાસ તો વીસમી સદીમાં સોનાની નિમ્ન કોટિની ખનિજમાંથી સોનું પ્રાપ્ત કરવાની ઇચ્છાથી થયો. જલધાતુકર્મની પ્રક્રિયાઓમાં બે મુખ્ય છે : ખનિજમાંના ધાતુમય ભાગ(values)ને…
વધુ વાંચો >