જયેશકુમાર સુ. રાવલ

અધિકમાસ ­— ક્ષયમાસ

અધિકમાસ ­— ક્ષયમાસ : ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવે તે માટે ભારતીય પંચાંગમાં કરવામાં આવેલી વિશિષ્ટ જોગવાઈ.  જેને બે ભાગમાં વહેંચી શકાય (1) અધિક માસનો નિર્ણય (2) ક્ષયમાસ. ભારતીય પંચાંગોમાં તથા ધર્મશાસ્ત્રોમાં પ્રાચીન કાળથી સૌર, ચાંદ્ર, સાયન અને નાક્ષત્ર એમ ચાર પ્રકારનું કાલમાન મિશ્ર રૂપે સ્વીકારેલું છે. તેમાં સૌર…

વધુ વાંચો >

અષ્ટગ્રહયુતિ

અષ્ટગ્રહયુતિ : આઠ ગ્રહોની યુતિ. ખગોળશાસ્ત્રીય પરિભાષા મુજબ જ્યારે કોઈ પણ બે જ્યોતિઓના ભોગાંશ-ક્રાંતિવૃત્ત ઉપરનાં તેમનાં સ્થાનો-રાશિ, અંશ અને કળામાં એકસરખાં થાય ત્યારે તેમની સૂક્ષ્મયુતિ થઈ એમ કહેવાય. તે વખતે તેમનાં ક્રાંતિવૃત્તથી ઉત્તર/દક્ષિણ અંતર – શરાન્તર – પણ જો એકસરખાં થાય તો તેમનું પિધાન (occultation) થાય અથવા તેમની પરિધિ એકબીજાને…

વધુ વાંચો >

આઝટેક તિથિપત્ર

આઝટેક તિથિપત્ર (calendar) : મેક્સિકોની આઝટેક પ્રજાએ તૈયાર કરેલું આ તિથિપત્ર. કોલંબસ અને યુરોપિયન સભ્યતાના આગમન પહેલાં મધ્ય અને દક્ષિણ અમેરિકા ખંડ(હાલનું મેક્સિકો)માં ઈ. સ. 1345થી 1521 વચ્ચે  આઝટેક (AZTEC) સંસ્કૃતિ વિકાસ પામી. આ લોકો ધાર્મિક વિધિવિધાન કરતા. સૂર્યને ભગવાન માની માનવબલિ અર્પણ કરતા. તેઓ વિશાળ જળસપાટી ઉપર લાકડાની પટ્ટીઓની…

વધુ વાંચો >

કાલસર્પયોગ

કાલસર્પયોગ : અત્યંત ચર્ચાયેલો પણ કપોલકલ્પિત મનાયેલો ગ્રહયોગ. જે રીતે વેદકાલીન જ્યોતિષ મહર્ષિઓએ રાહુ-કેતુ છાયા ગ્રહોનો ઉલ્લેખ કરેલો નથી, તેવી રીતે ‘કાલસર્પયોગ’ પણ રાહુ-કેતુ આધારિત હોઈ તેનો પણ મૂળભૂત જ્યોતિષ ગ્રંથોમાં આધાર જોવા મળતો નથી. લગભગ 1930-1940ના દાયકાથી જ્યોતિષીઓમાં ‘કાલસર્પ’ નામના અશુભ યોગની ચર્ચા થાય છે. આ યોગના પ્રતિપાદકોના કહેવા…

વધુ વાંચો >