જયંત ગાડીત
કૉલિન્સ વિલિયમ વિલ્કી
કૉલિન્સ, વિલિયમ વિલ્કી (જ. 8 જાન્યુઆરી 1824, લંડન; અ. 23 સપ્ટેમ્બર 1889, લંડન) : અંગ્રેજી નવલકથાકાર. લૅન્ડસ્કેપ ચિત્રકાર વિલિયમ કૉલિન્સના મોટા પુત્ર. પિતાના મિત્ર અને તેમના માનસપિતા ડેવિડ વિલ્કીના નામ પરથી તેમનું નામકરણ થયું. શરૂઆતનાં વર્ષો લંડનની ખાનગી શાળાઓમાં શિક્ષણ લીધું. 1836થી 1838 દરમિયાન પરિવાર સાથે ઇટલી ગયા. ત્યાં ઉપયોગી…
વધુ વાંચો >ગૃહપ્રવેશ
ગૃહપ્રવેશ (1957) : ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી વલણોને પ્રસારનારા સુરેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ. આ સંગ્રહમાં પ્રારંભે નવલિકાસર્જન અને કળાસર્જનની ચર્ચા કરતો લેખ સર્જકના કળા પ્રત્યેના રૂપરચનાવાદી અભિગમને પ્રગટ કરે છે. સ્ત્રી-પુરુષના વિજાતીય આકર્ષણમાંથી જન્મતી વિવિધ પરિસ્થિતિઓને મુખ્યત્વે આલેખતી આ વાર્તાઓ વિષય કરતાં એની રચનારીતિથી પુરોગામી વાર્તાઓથી જુદી પડી જાય છે. વાર્તારસને…
વધુ વાંચો >ચિત્રદર્શનો
ચિત્રદર્શનો (1921, પ્રથમ આવૃત્તિ) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામે વિવિધ પ્રસંગોએ આલેખેલાં ઓગણીસ શબ્દચિત્રોનો લેખસંગ્રહ. અત્યાર સુધીમાં તેની અનેક આવૃત્તિઓ અને પુનર્મુદ્રણો થયાં છે. આ શબ્દચિત્રોમાં કેટલાંક ઐતિહાસિક, કેટલાંક કાલ્પનિક, કેટલાંક મનુષ્યરત્નોનાં, કેટલાંક પ્રસંગનાં અને કુદરત કે કલાની વિશેષતાનાં પણ છે. સચ્ચાઈ અને વિવેક વિશે પણ કવિ સભાન છે. લોકોત્તર…
વધુ વાંચો >નાટક
નાટક સ્વરૂપ નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા. વિવિધ માનવ-અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી નાટક સર્જાય છે. ‘નાટક’ શબ્દ ‘નટ્’ ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે. ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં કહ્યું છે કે ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લઈને પાંચમા નાટ્યવેદની રચના કરવામાં આવી. આમ, નાટક કે નાટ્યને…
વધુ વાંચો >