જયંતીલાલ શં. પટેલ

મત્તવિલાસપ્રહસનમ્

મત્તવિલાસપ્રહસનમ્ : સંસ્કૃતમાં મહેન્દ્રવિક્રમે રચેલું પ્રહસન પ્રકારનું રૂપક. એમાં થયેલા ઉલ્લેખ મુજબ પલ્લવ વંશના રાજા સિંહવિષ્ણુવર્માના પુત્ર મહેન્દ્રવિક્રમવર્મા (પ્રથમ) આ પ્રહસનના લેખક છે. સિંહવિષ્ણુવર્મા સમય 575થી 6૦૦ સુધીનો મનાય છે. વિવિધ શિલાલેખોના પરીક્ષણથી મહેન્દ્રવિક્રમ રાજાનાં ‘ગુણભર’, ‘શત્રુમલ્લ’, ‘મત્તવિલાસ’, ‘અવનિભંજન’ વગેરે ઉપનામો મળી આવે છે; જેનો ઉલ્લેખ આ પ્રહસનમાં થયેલો છે.…

વધુ વાંચો >

મધ્વાચાર્ય

મધ્વાચાર્ય (1199–1294) : ભારતીય તત્વજ્ઞાનમાં દ્વૈતવાદના સ્થાપક આચાર્ય. દક્ષિણ ભારતમાં ઉડૂપીથી 8 માઈલ દૂર તુલુવ અથવા રજત કે કલ્યાણપુર નામના ગામમાં જન્મ્યા હતા. પિતાનું નામ મધ્યગેહ ભટ્ટ હતું અને માતાનું નામ વેદવતી હતું. પિતાએ અનંતેશ્વરની ઉપાસના કરી તે પછી મધ્વનો જન્મ થયેલો. તેમનું મૂળ નામ વાસુદેવ હતું. સંન્યાસ લીધા પછી…

વધુ વાંચો >

મમ્મટ

મમ્મટ (આશરે 1050–1150) : ભારતીય અલંકારશાસ્ત્રના પ્રાચીન આચાર્ય. ટીકાકાર ભીમસેનના જણાવ્યા મુજબ મમ્મટનો જન્મ કાશ્મીરમાં થયો હતો. તેઓ જૈયટના પુત્ર હતા. કૈયટ અને ઉપટ એ બે તેમના ભાઈઓ હતા. કાશ્મીરમાં આનંદપુરમાં તેમનો નિવાસ હતો. મમ્મટ કાવ્યશાસ્ત્રમાં, કૈયટ વ્યાકરણશાસ્ત્રમાં અને ઉપટ વેદ અને વેદાંતમાં સમર્થ વિદ્વાનો હતા. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’નું સર્જન કાશીમાં…

વધુ વાંચો >

મરુતો

મરુતો : પ્રાચીન ભારતના, ઋગ્વેદમાં વર્ણવાયેલા, ઝંઝાવાતના દેવો. તેમના માટે 33 સૂક્તો રચાયાં છે. 7 સૂક્તોમાં ઇન્દ્રની સાથે અને એક એક સૂક્તમાં અગ્નિ તથા પૂષન્ની સાથે તેમનું વર્ણન જોવા મળે છે. મરુતનો એક સમૂહ છે. તેમની સંખ્યા 180 (60 × 3) કે 21 (7 × 3)ની ગણાય છે. તેઓ રુદ્રના…

વધુ વાંચો >