જનાર્દન વાસુદેવ દવે

ઇન્ટીગ્રેટેડ સર્કિટ (IC, સંકલિત પરિપથ)

ઇન્ટીગ્રેટેડ સર્કિટ (IC, સંકલિત પરિપથ ) : ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ જેવા સક્રિય ઘટકો, પ્રતિરોધક (resistor) તથા સંધારિત્ર (capacitor) જેવા અક્રિય (passive) ઘટકો અને તેમની વચ્ચેનાં જરૂરી જોડાણોવાળી, એક એકમ તરીકે વર્તતી સિલિકનના એકલ સ્ફટિક(single crystal)ની સૂક્ષ્મ (ક્ષેત્રફળ 50 મિલ x 50 મિલ, 1 મિલ = 0.001 ઇંચ) પાતળી પતરી (chip)…

વધુ વાંચો >

ઍન્ટેના

ઍન્ટેના અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનો પ્રસાર કરનાર તથા અવકાશમાં આવેલા વિદ્યુતચુંબકીય તરંગને ઝીલનાર, સંચારણ-પદ્ધતિનો એક અગત્યનો ઘટક. તે અવકાશ અને સંચારણ(transmission)લાઇન વચ્ચે પરિવર્તક જેવું કાર્ય કરે છે. પ્રસારણ તંત્રનો તે સૌથી છેલ્લો ઘટક છે જ્યારે અભિગ્રાહી બાજુનો પ્રથમ ઘટક છે. મૅક્સવેલના વિદ્યુતચુંબકીય તરંગોના સિદ્ધાંતનું સર્વપ્રથમ પ્રાયોગિક નિદર્શન, 1877માં હર્ટ્ઝે પોતે બનાવેલા…

વધુ વાંચો >

ઔદ્યોગિક પ્રક્રિયા નિયંત્રણ (industrial process control)

ઔદ્યોગિક પ્રક્રિયા નિયંત્રણ (industrial process control) : ઔદ્યોગિક પ્રક્રિયાઓને ઇચ્છિત પરિસ્થિતિએ ગોઠવવા તથા તે પરિસ્થિતિનું સાતત્ય જળવાઈ રહે અને અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે માટેનાં ઉપાયો તથા સાધનો માટેનાં આયોજન તેમજ અમલ(execution)ને સ્પર્શતી ઇજનેરી પ્રક્રિયા. પદાર્થ (material) તથા શક્તિની આંતર-પ્રક્રિયા (interaction) દ્વારા અન્યોન્ય રૂપાંતર થાય તે ક્રિયાવિધિને વ્યાપક અર્થમાં…

વધુ વાંચો >

પરાવૈદ્યુત તાપન (dielectric heating)

પરાવૈદ્યુત તાપન (dielectric heating) : ઉચ્ચ દબાણ અને ઉચ્ચ આવૃત્તિવાળા વીજપ્રવાહના તરંગોથી તાપન કરવાની રીત. વિદ્યુત-તાપનના ત્રણ પ્રકાર છે : અવરોધ-તાપન, પ્રેરણા-તાપન અને પરાવૈદ્યુત-તાપન. પરાવૈદ્યુત-તાપન, જે પદાર્થ વિદ્યુતનો અવાહક હોય તેને ગરમ કરવા માટે વપરાય છે. તે પદાર્થની લાક્ષણિકતાને અનુલક્ષીને 1 MHzથી 300 MHz આવૃત્તિએ કાર્ય કરે છે. પદાર્થ ઉપર…

વધુ વાંચો >

યુનિ-જંક્શન ટ્રાન્ઝિસ્ટર (યુજેટી)

યુનિ-જંક્શન ટ્રાન્ઝિસ્ટર (યુજેટી) : દ્વિ-જોડાણવાળા દ્વિધ્રુવી (bipolar) ટ્રાન્ઝિસ્ટર કરતાં ભિન્ન લાક્ષણિકતા/ગુણધર્મ ધરાવતી, એક જોડાણ અને ત્રણ છેડાવાળી સંરચના (device). યુજેટીને બે બેઝ તથા એક ઍમિટર છેડા હોય છે. યુજેટીની સામાન્ય રચના આકૃતિ 1(અ)માં દર્શાવેલ છે. N પ્રકારની ઓછા પ્રમાણમાં અશુદ્ધિ ભેળવેલ (lightly dopped) સિલિકોન સળી, જેના બે છેડા B1 અને…

વધુ વાંચો >

સંદેશાવ્યવહાર-વાહિની

સંદેશાવ્યવહાર–વાહિની વીજચુંબકીય તરંગો વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા મોકલવા માટેનું ઉપકરણ (પદ્ધતિ). આજના યુગમાં કમ્પ્યૂટર, રેડિયો, ટી.વી., ફૅક્સ, ટેલિફોન, મોબાઇલ ફોન જેવા ટેલિકૉમ્યુનિકેશનનાં ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. આ ઉપકરણો માહિતી મોકલવા માટે સંકેત(signal)નો ઉપયોગ કરે છે. આ સંકેતોને એક ઉપકરણથી બીજા ઉપકરણમાં મોકલવા માટે વીજચુંબકીય (electromagnetic) તરંગોનો ઉપયોગ થાય…

વધુ વાંચો >