જનક દવે
ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >જનાર્દન જૉસેફ (1985)
જનાર્દન જૉસેફ (1985) : હસમુખ બારાડીલિખિત બેઅંકી નાટક. વિજ્ઞાની જૉસેફ સંસ્થાકીય વ્યવસ્થાપકોને જે સંશોધન કરી આપે છે તે લોકતરફી છે પણ સંસ્થાને નફાકારક નથી, તેથી મૅનેજિંગ ડિરેક્ટર ચોપડા વગેરે સાથે તેમને સંઘર્ષમાં ઊતરવું પડે છે; અંતે જૉસેફ વ્યવસ્થાપકોની વાત કબૂલે છે પણ લોકપ્રતિનિધિ સમા કારકુનોનું વૃંદ જનાર્દનની આગેવાની હેઠળ એને…
વધુ વાંચો >ઠાકોર, કીર્તિદા
ઠાકોર, કીર્તિદા (જ. 11 ઑક્ટોબર 1936) : ગુજરાતી રંગમંચ, ટીવી અને ફિલ્મક્ષેત્રની અભિનેત્રી. અભિનયની ચારેક દાયકાની કારકિર્દીમાં તેમણે પ્રશિષ્ટ નાટકો (‘જહાનઆરા’, ‘ચૌલાદેવી’, ‘ગૃહદાહ’, ‘ચિત્રાંગદા’ વગેરે), લોકકથાઓ (‘શેણી વિજાણંદ’ વગેરે), વ્યાવસાયિક રંગભૂમિનાં નાટકો(‘અમે બરફનાં પંખી’, ‘કૂંપળ ફૂટ્યાની વાત’, વગેરે)માં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ઇસરો (પીજ) ટીવીની નાટ્યશ્રેણીઓ તથા ‘રેવા’, ‘બહેરું…
વધુ વાંચો >ભરત નાટ્યપીઠ
ભરત નાટ્યપીઠ : અમદાવાદની નાટ્યસંસ્થા. 1949માં ‘પીપલ્સ થિયેટર’થી મુક્ત થઈ જશવંત ઠાકરે અમદાવાદ ખાતે ‘ભરત નાટ્યપીઠ’નો પાયો નાખ્યો. ‘દુ:ખીનો બેલી’, ‘મુદ્રારાક્ષસ’, ‘અમર સ્મારક’, ‘ગામનો ચોરો’, ‘ભાસનાં નાટકો’, ‘દસ મિનિટ’, ‘જગદગુરુ શંકરાચાર્ય’, ‘રણછોડલાલ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘રામદેવ’ (ઇબ્સન), ‘પત્તાંનો પ્રદેશ’, ‘નરબંકા’, ‘અલકા’ વગેરે નાટકોની ભજવણીથી તેમણે ‘ભરત નાટ્યપીઠ’નું ભાવિ ઉજ્જ્વળ બનાવ્યું. પણ થોડા…
વધુ વાંચો >રામલો રૉબિનહુડ (1962)
રામલો રૉબિનહુડ (1962) : ચુનીલાલ મડિયા-રચિત પ્રહસન. હાસ્યકાર-કટાક્ષકાર મડિયા ‘રામલો રૉબિનહુડ’ના નાટ્યલેખનમાં સુપેરે ખીલે છે. કટાક્ષયુક્ત, સચોટ સંવાદશૈલીને કારણે આ નાટકે પ્રહસન તરીકે આગવું કાઠું કાઢ્યું છે. મડિયાએ વર્તમાનપત્રમાં કોઈ ગુનેગારને પકડવા ઇનામની જાહેરાત વાંચી. મનમાં તુક્કો સૂઝ્યો અને તેમાંથી નીપજ્યું તે આ નાટક ‘રામલો રૉબિનહુડ’. કેટલાકના અનુમાન મુજબ આ…
વધુ વાંચો >સુતરિયા અનસૂયા
સુતરિયા, અનસૂયા (જ. 12 નવેમ્બર 1924, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી અને નાટ્યશિક્ષિકા. 12 વર્ષની વયે તખ્તા પર વિનોદિની નીલકંઠને અભિનય કરતાં જોઈને તેમને અભિનેત્રી બનવાની પ્રેરણા જાગી. 1949માં ‘રંગમંડળ’ના ‘‘વિનોદ’’ સપ્તાહનાં એકાંકીઓમાં બટુભાઈ ઉમરવાડિયાના નાટક ‘હંસા’માં તેમણે અભિનય કર્યો. અનસૂયા સુતરિયા પછી ‘ફેલ્ટ હૅટ’ વગેરે નાટકોમાં તેમણે…
વધુ વાંચો >સોફોક્લીસ
સોફોક્લીસ (જ. ઈ. પૂ. 496, કૉલોનસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 406, એથેન્સ, ગ્રીસ) : ગ્રીક નાટ્યકાર. પ્રાચીન ગ્રીસના મહાન નાટ્યકારો એસ્કીલસ અને યુરિપિડિસની સાથે તેમને પણ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. તેમના જીવન વિશે માત્ર એકાદ નોંધ પ્રાપ્ય છે, તે મુજબ તેમના શ્રીમંત પિતાનું નામ સોફિલસ હતું. તેમનો વ્યવસાય બખ્તર…
વધુ વાંચો >