જતીન વૈદ્ય
અનૌરસતા અને અનૌરસ સંતાન
અનૌરસતા અને અનૌરસ સંતાન : લગ્નેતર સંબંધ દ્વારા સ્ત્રી-પુરુષના દેહસંબંધથી જન્મતાં સંતાન. બધા જ સમાજ/સમુદાયોમાં માન્ય ધોરણો કે કાયદા પ્રમાણે પુરુષ અને સ્ત્રી લગ્ન બાદ સંતાનોને જન્મ આપે તે સંતાનો જ ઔરસતા કે કાયદેસરતા ધરાવે છે. પુરુષ-સ્ત્રીનાં આ સિવાયનાં ગેરકાયદેસર મનાતા દેહસંબંધ દ્વારા પેદા થતાં સંતાનને સમાજ માન્યતા અને કાયદેસરતા…
વધુ વાંચો >અંગુલિમુદ્રા
અંગુલિમુદ્રા (finger-prints) : આંગળાંની ઝીણી ગડીઓની છાપ. હજાર વર્ષ પહેલાં ચીનના સમ્રાટો આંગળાંના આકારની છાપનો ઉપયોગ દસ્તાવેજ પર મુદ્રા (seal) લગાવવા માટે કરતા હતા. જાપાનમાં પણ ગુલામોના વેચાણખત (sale deed) માટે તેનો ઉપયોગ થતો હતો. અંગુલિમુદ્રા પરનું વૈજ્ઞાનિક સંશોધન સત્તરમી સદીમાં શરૂ થયું. માલફિજીએ 1686માં આંગળીના ટેરવા પરની ભાત (patterns)…
વધુ વાંચો >આપઘાત
આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી…
વધુ વાંચો >