જંઘા
જંઘા
જંઘા : મંદિરોની દીવાલમાંનો એક થર. તે મૂર્તિકલાથી સુશોભિત કરાયેલ હોય છે. મંડોવરના ભાગરૂપ અને છજાની નીચેનો થર જાંઘા તરીકે ઓળખાય છે. સામાન્ય મંદિરોમાં એક જ જંઘા હોય છે પણ મોટાં મંદિરોમાં ત્રણ જંઘા પણ હોય છે. જેમ કે ખજૂરાહોના કંદારિયા મહાદેવના મંદિરમાં ત્રણ જંઘા આવેલી છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >