છીછરા જળનિક્ષેપ
છીછરા જળનિક્ષેપ
છીછરા જળનિક્ષેપ : દરિયાઈ નિક્ષેપનો એક પ્રકાર. ઓટ સમયની સમુદ્રજળસપાટીથી માંડીને ખંડીય છાજલીના છેડાના ભાગ સુધીના સમુદ્રતળ વિસ્તારમાં એકઠા થતા નિક્ષેપને છીછરા જળનિક્ષેપ તરીકે ઓળખાવી શકાય. આ પ્રકારના નિક્ષેપમાં રેતી, કાદવ જેવાં દ્રવ્યો તેમજ પરવાળાંની કણિકાઓ હોય છે. કેટલીક વખતે તેમાં પ્રાણી-વનસ્પતિના અવશેષો પણ હોઈ શકે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >