ચાલ્ફી

ચાલ્ફી, માર્ટિન

ચાલ્ફી, માર્ટિન (Chalfie, Martin) (જ. 15 જાન્યુઆરી 1947, શિકાગો, યુ.એસ.) : અમેરિકન જૈવવૈજ્ઞાનિક અને 2008ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ચાલ્ફીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ચેતાજીવવિજ્ઞાન(neurobiology)માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. હાલ તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં જૈવિક વિજ્ઞાનો(biological sciences)ના પ્રાધ્યાપક છે. ચેતાજીવવિજ્ઞાન એ ચાલ્ફીના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર છે. તેમની પ્રયોગશાળામાં ચેતાકોષ(nerve cell)ના વિકાસ…

વધુ વાંચો >