ચંદ્રહાસ એ. દેસાઈ
અંતર્ગ્રથન
અંતર્ગ્રથન (synapse) : બે ચેતાકોષો (neurons) અને તેમના તંતુઓનું જોડાણ (junction). મગજમાં ઉદભવતી પ્રેરણા કે શરીરના કોઈ પણ અંગમાંથી ઉદભવતી સંવેદના (sensation), વીજ-આવેગ(electric impulse)રૂપે ચેતાતંતુઓમાંથી પસાર થતી હોય છે. આ વીજ-આવેગો અંતર્ગ્રથનમાંથી પસાર થવા માટે ચેતાવાહકો(neuro-transmitters)નું રાસાયણિક રૂપ ધારણ કરે છે. આવેગને લક્ષ્ય સુધી પહોંચતાં ઘણા ચેતાકોષો, તેમના તંતુઓ અને…
વધુ વાંચો >આંત્રાંકુરો
આંત્રાંકુરો (intestinal villi) : ખોરાકના પાચન અને શોષણ માટે વિસ્તાર વધારવા માટે નાના આંતરડાના અંદરના પડની નાની નાની ગડીઓ. નાના આંતરડામાં ત્રણ પ્રકારની ગડીઓ છે : મોટી ગડીઓ (plicae circularis), આંત્રાંકુરો અને અંકુરિકાઓ (microvilli). આ ત્રણ પ્રકારની ગડીઓ વડે 2.5 સેમી. વ્યાસવાળા 6.35 મીટર લાંબા નાના આંતરડાની અંદરની દીવાલનું ક્ષેત્રફળ…
વધુ વાંચો >ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન)
ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન) શરીરના આંતરિક વાતાવરણને જાળવી રાખવા લોહીના કદ અને બંધારણને જાળવી રાખતું તથા રાસાયણિક કચરો, ઝેરી દ્રવ્યો તથા વધારાનાં બિનજરૂરી દ્રવ્યોને શરીરમાંથી દૂર કરતું તંત્ર. પાણી અને તેમાં દ્રાવ્ય પદાર્થોને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય કરતા મુખ્ય અવયવો મૂત્રપિંડ અને ચામડી છે. ફેફસાં પણ અમુક પ્રમાણમાં ઉત્સર્ગક્રિયા કરે…
વધુ વાંચો >