ચંદ્રકાન્ત શેઠ
વસુધા (1939)
વસુધા (1939) : અર્વાચીન યુગના ઉત્તમ ગુજરાતી કાવ્યસંગ્રહોમાંનો એક. ગાંધીયુગના સુપ્રસિદ્ધ કવિ સુન્દરમ્(1908-1991)નો આ ત્રીજો કાવ્યસંગ્રહ છે. તેમાં મુખ્યત્વે 1933થી 1938 વચ્ચે રચાયેલાં કાવ્યો ઉપરાંત 1929થી 1932 સુધીમાં અને 1939 તથા 1949ની સાલમાં રચાયેલાં કાવ્યો પણ સમાવિષ્ટ છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહની કુલ 91 રચનાઓમાં ઊર્મિકાવ્યનાં મુક્તક, સૉનેટ, ગીત જેવાં સ્વરૂપો ઉપરાંત…
વધુ વાંચો >વૃત્તિમય ભાવાભાસ
વૃત્તિમય ભાવાભાસ : સાહિત્યમાં ભાવનિરૂપણ માટેની એક વિશિષ્ટ પ્રયુક્તિ. અંગ્રેજીમાં જૉન રસ્કિન નામના વિક્ટોરિયન કલામર્મજ્ઞે એના ‘મૉડર્ન પેન્ટર્સ’ (1856) ગ્રંથના ત્રીજા ખંડના બારમા પ્રકરણમાં ચિત્રકારો માનવભાવોનું પ્રકૃતિમાં આરોપણ કરી જે રીતે અસત્યનો આશ્રય લે છે તેની મર્યાદા કે દોષ દર્શાવતાં ‘પૅથેટિક ફૅલસી’ (pathetic fallacy’) એવી સંજ્ઞા પ્રયોજેલી, તેના પર્યાય રૂપે…
વધુ વાંચો >શાહ, નગીનદાસ જીવણલાલ
શાહ, નગીનદાસ જીવણલાલ (જ. 13 જાન્યુઆરી 1931, સાયલા, જિ. સુરેન્દ્રનગર, ગુજરાત) : સંસ્કૃત અને ભારતીય વિદ્યાના વિદ્વાન. તેઓ 1956માં બી.એ.; 1958માં એમ.એ. તથા 1964માં પીએચ.ડી. થયા. શરૂઆતમાં જામનગરમાં અધ્યાપક તરીકે કામ કર્યા બાદ તેઓ એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલૉજી(અમદાવાદ)માં અધ્યાપન-સંશોધન માટે જોડાયા અને ત્યાંથી તેઓ અધ્યક્ષપદ પરથી હવે નિવૃત્ત થયા છે.…
વધુ વાંચો >શાંત કોલાહલ
શાંત કોલાહલ (1962) : ગુજરાતના જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા કવિ રાજેન્દ્ર શાહ(જ. 1913)નો ‘ધ્વનિ’ પછીનો બીજો કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. રાજેન્દ્ર શાહની કવિતાનાં કેટલાંક લાક્ષણિક તત્ત્વો, જે પ્રથમ વાર ‘ધ્વનિ’માં દેખાયાં તે, અહીં પણ જોવા મળે છે. રાજેન્દ્ર શાહ અંતર્મુખ કવિ છે. એમની કવિતાસૃષ્ટિ અહમના નાભિકેન્દ્રમાંથી…
વધુ વાંચો >સંસ્કૃતિ (સામયિક)
સંસ્કૃતિ (સામયિક) : 26 જાન્યુઆરી, 1947થી ઑક્ટોબર-ડિસેમ્બર 1984 સુધી કવિ શ્રી ઉમાશંકર જોશીના તંત્રીપદે ચાલેલું ગુજરાતી સામયિક. આ સામયિકની શરૂઆત માસિક તરીકે થઈ ને પછી તે 1980થી ઉમાશંકરે જ 1984માં બંધ કર્યું ત્યાં સુધી ત્રૈમાસિક રહેલું. સાહિત્ય ઉપરાંત ધર્મ, કેળવણી, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ આદિ અનેક ક્ષેત્રોને આવરી લેતું આ સામયિક…
વધુ વાંચો >સાપના ભારા (1936)
સાપના ભારા (1936) : ગુજરાતના ગાંધીયુગીન મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીનો પ્રથમ એકાંકીસંગ્રહ. એમાં 11 સામાજિક એકાંકીઓ છે. આ સંગ્રહ ઉમાશંકરે એમના પિતાશ્રીને અર્પણ કરેલો છે અને તેમાં પ્રારંભે રામનારાયણ વિ. પાઠકનો પરિચયલેખ છે. એ પરિચયલેખમાં રા. વિ. પાઠકે ગુજરાતનાં મર્યાદિત નાટકસાહિત્યમાં આ એકાંકીઓને વિશિષ્ટ સ્થાનના અધિકારી ગણાવ્યાં છે. આ નાટકો…
વધુ વાંચો >સાહિત્યસર્જનની પ્રક્રિયા
સાહિત્યસર્જનની પ્રક્રિયા : સાદ્યંત લોકોત્તર આનંદ આપે એવી વાગરચનાનું નિર્માણ કરવાની પ્રતિભાશાળી કવિ કે સાહિત્યસર્જકની સાધના; તેનું આનંદમૂલક ને આનંદપ્રવર્તક વાગ્યોગકર્મ. સાહિત્યસર્જનની પ્રક્રિયા સંકુલ અને નિગૂઢ છે. આ પ્રક્રિયા વિશે બોલવાનું બધા સાહિત્યસર્જકોને પસંદ ન પણ હોય અને જે સાહિત્યસર્જકો સાહિત્યસર્જનની પ્રક્રિયા વિશે કહે તે સર્જકો બધા જ સાહિત્યસર્જનની પ્રક્રિયા…
વધુ વાંચો >