ગિરીશ ભટ્ટ

ઍડવોકેટનો ધારો (1961)

ઍડવોકેટનો ધારો (1961) : કાનૂની વ્યવસાયનું નિયમન કરતો કાયદો. કાનૂની વ્યવસાય અંગેના કાયદાને સુધારવા તથા તેનું એકત્રીકરણ કરવા તેમજ બાર કાઉન્સિલો અને હિન્દના સમગ્ર વકીલસમુદાયની રચના કરવા માટે ઍડવોકેટ્સ ઍક્ટ, 1961 ઘડાયો છે. આ ધારાના પ્રકરણ 2માં સ્ટેટ બાર કાઉન્સિલ તથા બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાની સ્થાપના, કાર્યો, રાજ્ય બાર કાઉન્સિલના…

વધુ વાંચો >

કોરિયા

કોરિયા : ચીન અને રશિયાના મિલનસ્થાન આગળ પૂર્વ એશિયામાં દ્વીપકલ્પ રૂપે આવેલો દેશ. સમગ્ર દેશ 34° અને 43° ઉ. અ. તથા 124° અને 131° પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 2,22,154 ચોકિમી. છે. દ્વીપકલ્પના દક્ષિણ છેડાથી જાપાન માત્ર 195 કિમી. દૂર છે. ચીનનો મંચુરિયાનો પ્રદેશ તેની ઉત્તરે છે. રશિયાની…

વધુ વાંચો >

ગઢવાલ

ગઢવાલ : ઉત્તરાખંડ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા આ નામ ધરાવતા બે જિલ્લા – તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ. ભૌગોલિક સ્થાન : તે અંદાજે 29o 26´થી 31o 05´ ઉ. અ. અને 78o 12´થી 80o 06´ પૂ. રે. વચ્ચેનો 5,230 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઉત્તરકાશી; પૂર્વ તરફ રુદ્રપ્રયાગ,…

વધુ વાંચો >

ગદગ

ગદગ : દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લાનું પ્રાચીન નગર. મહાભારતકાળના જનમેજયે આ નગર બંધાવ્યું હોવાનું મનાય છે. ગદગ 15° 25’ ઉ. અ. તથા 75° 38’ પૂ. રે. પર આવેલું છે. મુંબઈથી અગ્નિ દિશામાં લગભગ 482 કિમી. દૂર છે. તે ગુંટકલ-હૂબલી રેલવે પરનું જંક્શન છે. આ નગર દશમી શતાબ્દી(ઈ. સ.)થી…

વધુ વાંચો >

ગંગા

ગંગા : ભારતની સર્વ નદીઓમાં અત્યંત પવિત્ર મનાતી નદી. હિમાલયમાં આશરે 4062 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી ગ્લેશિયરની ગોમુખ તરીકે ઓળખાતી હિમગુહાથી આરંભી ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં થઈ 2,510 કિલોમીટરનો પ્રવાસ કરતી ગંગા બંગાળના ઉપસાગરને મળે છે. ગંગાના ઉદગમ વિશેની પુરાકથાઓમાં તેનું અત્યંત પાવનત્વ સૂચવાયું છે. ગંગા શબ્દની વ્યુત્પત્તિ પણ આવા…

વધુ વાંચો >

ગંગાનગર

ગંગાનગર (Ganganagar) : રાજસ્થાનના ઉત્તર છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 04’થી 30° 06’ ઉ. અ. અને 72° 30’થી 74° 30’ પૂ. રે. વચ્ચેનો 7,944 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પશ્ચિમ તરફ પાકિસ્તાનનો ભાવલપુર જિલ્લો, ઉત્તર અને ઈશાન…

વધુ વાંચો >

ગંગાસાગર

ગંગાસાગર : કૉલકાતાથી 96.54 કિમી. દૂર આવેલો મુખત્રિકોણ પ્રદેશ (delta). ભૌગોલિક સ્થાન : 21° 38’ ઉ. અ. અને 88° 95’ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 388.33 ચોકિમી. છે. તેના પર ગાઢાં જંગલો આવેલાં છે. લોકોક્તિ પ્રમાણે પવિત્ર ગંગાનો આ સ્થળે સાગર સાથે સંગમ થાય છે તેથી આ સ્થળ ગંગાસાગર તરીકે ઓળખાય…

વધુ વાંચો >

ગંગોત્રી

ગંગોત્રી : ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં આવેલું પવિત્ર નદી ગંગાનું ઉદ્ગમસ્થાન. તે 31° ઉ. અ. તથા 78° 57’ પૂ. રે. પર આવેલું છે. ત્યાં દર વર્ષે સમગ્ર ભારતમાંથી હજારો યાત્રાળુઓ આવે છે. ગંગોત્રી 4,062 મીટરની ઊંચાઈએ આવેલું છે. ઉત્તરકાશી પહોંચીને ગંગોત્રી જવાય છે. હવે ઉત્તરકાશીથી ઠેઠ ગંગોત્રી સુધી બસમાં જઈ શકાય…

વધુ વાંચો >

ગ્રીનલૅન્ડ

ગ્રીનલૅન્ડ : દુનિયાનો સૌથી મોટો ટાપુ. કૅનેડાના ઈશાન ભાગમાં આવેલા એલ્સમેર ટાપુથી ગ્રીનલૅન્ડ માત્ર 25 કિમી. દૂર છે. આર્કિટક વિસ્તારમાં પ્રથમ પ્રવેશ કરનાર નૉર્વેજિયન લોકો હતા. ઈ. સ. 1585–88માં જ્હોન ડેવિસ ગ્રીનલૅન્ડના પશ્ચિમ કિનારા સુધી પહોંચેલો. ઈ. સ. 1607માં હડસન પૂર્વ કિનારા સુધી પહોંચેલો. 1907માં ડેન્માર્કની સરકારે ગ્રીનલૅન્ડ પર આધિપત્ય…

વધુ વાંચો >

ગ્રીનલૅન્ડ સમુદ્ર

ગ્રીનલૅન્ડ સમુદ્ર : ગ્રીનલૅન્ડ ટાપુની પૂર્વ દિશાએ આવેલો ઉત્તર ધ્રુવ સમુદ્રનો ભાગ. તેની ઉત્તરે ઉત્તર ધ્રુવ મહાસાગર, દક્ષિણે નૉર્વેનો સમુદ્ર અને આટલાન્ટિક મહાસાગર અને પૂર્વ બાજુએ બેરેન્ટ સમુદ્ર અને પશ્ચિમ બાજુએ ગ્રીનલૅન્ડ ટાપુ આવેલા છે. આ સમુદ્ર ઉત્તર ગોળાર્ધમાં 25° પૂ. રે.થી 19°- 5´ પ. રે વચ્ચે તેમજ 70° ઉ.…

વધુ વાંચો >