ગાયત્રીપ્રસાદ હિ. ભટ્ટ

વિજ્ઞાન, ધર્મ અને તત્વજ્ઞાન (Science, Religion and Philosophy)

વિજ્ઞાન, ધર્મ અને તત્વજ્ઞાન (Science, Religion and Philosophy) : વિજ્ઞાનનું તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનનું વિજ્ઞાન એ બંને મૂળભૂત રીતે એક જ છે, કારણ કે વિજ્ઞાન અને તત્વજ્ઞાન બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. બંનેમાં એક બાબત સમાન છે અને તે છે અગાધ/તલસ્પર્શી વિચારચિંતન. વિજ્ઞાનનો માર્ગ ભૌતિક બાબતોને અનુલક્ષીને અને તત્વજ્ઞાનનો…

વધુ વાંચો >

વિદ્યુત ધાતુકર્મ (electrometallurgy)

વિદ્યુત ધાતુકર્મ (electrometallurgy) : કાચી ધાતુ(ore)માંથી ધાતુ મેળવવા કે ધાતુના વધુ શુદ્ધ સ્વરૂપ (refining) માટે વપરાતી વીજપ્રક્રિયાઓ અથવા તો વીજદ્રાવણ કે વીજપૃથક્કરણ ક્રિયાઓ. કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની ઘણીખરી ક્રિયાઓમાં કાચી ધાતુને ખાસ તૈયાર કરેલ દ્રાવણમાં રાખી તેને વીજઅસરમાં લાવવામાં આવે છે(electrolyzed). આમ કરવાથી (દ્રાવણમાં વીજપ્રવાહ પસાર કરવાથી) ઋણધ્રુવ (કૅથોડ) ઉપર…

વધુ વાંચો >

વિદ્યુત વૉશિંગ મશીન

વિદ્યુત વૉશિંગ મશીન : વિદ્યુતથી ચાલતું કપડાં ધોવાનું મશીન. વિદ્યુત વૉશિંગ મશીન વિવિધ પ્રકારમાં મળે છે. મશીન દ્વારા કપડાં ધોવાની પ્રક્રિયાના તબક્કાઓ (steps) આ મુજબ છે : (i) ધોવું (wash), (ii) તારવવું (rinse), (iii) ઘુમાવીને સૂકવવું (spin dry) અથવા નિચોવવું (squze). (i) ધોવું : મશીનમાં આવેલ ડ્રમ(drum)માં કપડાં નાખી પાણી…

વધુ વાંચો >

વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્

વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્ (જ. 15 સપ્ટેમ્બર 1861, મુદેનેહલાદી, જિ. કોલર, મૈસૂર; અ. 1962) : ભારતના મહાન સિવિલ ઇજનેર અને દ્રષ્ટા. અનેક ઇલકાબો અને માનાર્હ ઉપાધિઓથી સન્માનાયેલ આ ઇજનેરે 60 વર્ષથી પણ વધારે સમય ભારતમાં અનેક ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવી તેમણે પુણેની એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ પૂરો…

વધુ વાંચો >

વેલ્ડિંગ

વેલ્ડિંગ : બે એકસરખી ધાતુના ટુકડાઓ – ભાગોને કાયમી ધોરણે જોડવાની (સાંધવાની) પ્રચલિત રીત. આમ તો સોલ્ડરિંગ (રેણ) અને બ્રેઝિંગ(પાકું રેણ)થી પણ ધાતુઓના સાંધા કરી શકાય, પરંતુ વેલ્ડિંગથી મળતો સાંધો ઘણો મજબૂત હોય છે. સાંધાના સામર્થ્યના ચડતા ક્રમમાં સોલ્ડરિંગ, બ્રેઝિંગ અને વેલ્ડિંગ આવે. વેલ્ડિંગમાં અગત્યની બાબત એ છે કે જે…

વધુ વાંચો >