ખંડજન્ય નિક્ષેપો

ખંડજન્ય નિક્ષેપો

ખંડજન્ય નિક્ષેપો : દરિયાઈ નિક્ષેપોનો પ્રકાર. તે નદી અને દરિયાકિનારાના ઘસારાને કારણે જમીનવિસ્તારમાંથી પ્રાપ્ત થયેલાં દ્રવ્યોનો બનેલો હોય છે. ભૂમિ નજીકના સમુદ્રતળના વિસ્તારો, જેવા કે ખંડીય છાજલી અને ખંડીય ઢોળાવના વિસ્તારોમાં પ્રાણી અને વનસ્પતિના અસ્તિત્વ માટેના સંજોગો અનુકૂળ હોય છે. તેથી પ્રાણી-વનસ્પતિ-અવશેષો ખંડજન્ય નિક્ષેપો સાથે મળે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >