ક્રગમન પૉલ રૉબિન

ક્રગમન, પૉલ રૉબિન

ક્રગમન, પૉલ રૉબિન (જ. 28 ફેબ્રુઆરી 1953, લૉંગ આયર્લૅન્ડ, ન્યૂયૉર્ક) : સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના જ્ઞાતા અને વર્ષ 2008 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. તેઓ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના તથા આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસરના પદ પર કાર્યરત છે. સાથોસાથ વર્ષ 2000થી ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના નિયમિત કટારલેખક પણ છે. યહૂદી પરિવારમાં જન્મ તથા ન્યૂયૉર્કના લૉંગ…

વધુ વાંચો >