કૅરિયોટાઇપ (રંગસૂત્રપ્રરૂપ – karyotype)
કૅરિયોટાઇપ (રંગસૂત્રપ્રરૂપ – karyotype)
કૅરિયોટાઇપ (રંગસૂત્રપ્રરૂપ – karyotype) : અભિરંજિત ફોટોસૂક્ષ્માલેખીય (photomicrographic) રંગસૂત્રોનાં કદ અને રંગસૂત્રકેન્દ્ર(centromere)ના સ્થાનને અનુલક્ષીને કરવામાં આવતી અનુક્રમિક ગોઠવણીનો નકશો. મનુષ્યના કૅરિયોટાઇપનો અભ્યાસ તંતુકોરકો (fibroblasts), અસ્થિમજ્જા, ત્વચા અને પરિઘવર્તી રુધિરના પેશીસંવર્ધન દ્વારા કરવામાં આવે છે. કોલ્ચિસિન અને અલ્પસાંદ્ર (hypotonic) દ્રાવણોનો ઉપયોગ સમવિભાજનની ભાજનાવસ્થા જકડવા (કૉલ્ચિસિન દ્વિધ્રુવીય ત્રાક બનતી અટકાવે છે.) અને…
વધુ વાંચો >