કૅન્સર – લસિકાભ પેશીનું (લિમ્ફોમા)

કૅન્સર – લસિકાભ પેશીનું (લિમ્ફોમા)

કૅન્સર, લસિકાભ પેશીનું (લિમ્ફોમા) : લસિકાગ્રંથિઓ (lymph nodes) અને અન્ય લસિકાભ (lymphoid) પેશીનું કૅન્સર થવું તે. તેને લસિકાર્બુદ (lymphoma) કહે છે. ગળું, બગલ તથા જાંઘના મૂળ(ઊરુપ્રદેશ)માં ‘વેળ ઘાલી’ને મોટી થતી ગાંઠો મૂળ લસિકાગ્રંથિઓ અથવા લસિકાપિન્ડો (lymph nodes) જ છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે ત્યારે લોહીની સૌથી નાની નસો, કેશવાહિનીઓ(capillaries)માંથી…

વધુ વાંચો >