કુરિયન, વર્ગીસ (જ. 26 નવેમ્બર 1921, કાલિકટ, કેરળ; અ. 9 સપ્ટેમ્બર 2012, નડિયાદ) : ડેરી-ઉદ્યોગમાં વિશ્વખ્યાતિ ધરાવતા નિષ્ણાત તથા ભારતમાં શ્વેતક્રાંતિના સર્જક. પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા. શિક્ષણ બી.એસસી., બી.ઈ., એમ.એસસી., ડી.એસસી. સુધી. 1940માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા બાદ 1943માં તે જ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં…
વધુ વાંચો >