કાનોવા ઍન્તૉનિયો

કાનોવા, ઍન્તૉનિયો

કાનોવા, ઍન્તૉનિયો (જ. 1 નવેમ્બર 1757, પોસાન્યો, વેનિસ નજીક, ઇટાલી; અ. 13 ઑક્ટોબર 1822, વેનિસ, ઇટાલી) : નવપ્રશિષ્ટ ઇટાલિયન શિલ્પી. પિતા કડિયા હતા. પિતાનું મૃત્યુ 1761માં થતા દાદાએ કાનોવાને ઉછેરીને મોટો કર્યો. દાદા પણ કડિયા હતા. અગિયાર વરસની ઉંમરે 1768માં ‘તોરેતી’ તખલ્લુસ ધરાવતા જ્વેસેપે બર્નાર્દી નામના શિલ્પી પાસે શિલ્પકલા શીખવા…

વધુ વાંચો >