કર્ણદેવ (પહેલો)

કર્ણદેવ (પહેલો)

કર્ણદેવ (પહેલો) (1064-1094) : ગુજરાતના સોલંકી વંશનો રાજા. એ ભીમદેવ પહેલાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. એણે લાટના ચાલુક્ય રાજા ત્રિલોચનપાલને હરાવી નાગસારિકા (નવસારી) મંડલમાં પોતાની સત્તા પ્રસારી. 1074માં ત્યાંના એક ગામનું દાન દીધું. પરંતુ લાટના રાજપુત્ર ત્રિવિક્રમપાલના કાકા જગત્પાલે લાટ પાછું લઈ ત્યાંના ગામનું દાન દીધું (1077). કર્ણદેવે ‘ત્રૈલોક્યમલ્લ’ બિરુદ…

વધુ વાંચો >