કમલનયન જોશીપુરા

લૅમ્બ-રધરફર્ડ પ્રયોગ (Lamb-Rutherford experiment)

લૅમ્બ-રધરફર્ડ પ્રયોગ (Lamb-Rutherford experiment) : હાઇડ્રોજન પરમાણુના ઊર્જાસ્તરો 2s1 અને 2p1 વચ્ચેનો અતિસૂક્ષ્મ તફાવત માપવા માટેનો પ્રસિદ્ધ પ્રયોગ. તે પ્રયોગ 1947માં ઉક્ત બે ભૌતિકશાસ્ત્રીઓએ માઇક્રોતરંગ તક્નીકી (microwave technique) દ્વારા કર્યો હતો. શ્રોડિંગરના ક્વૉન્ટમ યાંત્રિકી મુજબ હાઇડ્રોજન પરમાણુના ઊર્જાસ્તરોમાં મુખ્ય ક્વૉન્ટમ અંક n = 2 માટે 2s અને 2p અવસ્થાઓ રહેલ…

વધુ વાંચો >

લૉરેન્સ, અર્નેસ્ટ ઑર્લાન્ડો

લૉરેન્સ, અર્નેસ્ટ ઑર્લાન્ડો (જ. 1901; અ. 1958) : 1939ના વર્ષના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકવિજેતા. અમેરિકન ભૌતિકવિજ્ઞાની. આ પારિતોષિક તેમને કણપ્રવેગક (particle accelerator) ‘સાઇક્લોટ્રૉન’ની શોધ કરવા બદલ મળ્યું હતું. લૉરેન્સને 1925માં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મળી હતી. પ્રારંભમાં ત્યાં જ સહ પ્રાધ્યાપક તરીકે જોડાયા બાદ તેઓ બર્કલેની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા ખાતે…

વધુ વાંચો >

વરણનિયમ (selection rule)

વરણનિયમ (selection rule) : ક્વૉન્ટમ યાંત્રિકીના સંદર્ભમાં, એવો નિયમ જે કોઈ ક્વૉન્ટમ-પ્રણાલીમાં થતા સંક્રમણ(transition)નું નિયમન કરે. આ નિયમ જળવાતો હોય તે સંક્રમણ માન્ય અથવા અપ્રતિબંધિત ગણાય છે. જ્યારે એ ન જળવાતો હોય ત્યારે સંક્રમણ પ્રતિબંધિત (forbidden) ગણાય છે. માન્ય (allowed) સંક્રમણની સંભાવના, પ્રતિબંધિત સંક્રમણ કરતાં ઘણી વધુ હોય છે. ક્વૉન્ટમ…

વધુ વાંચો >