કનૈયાલાલ બાલાશંકર ભટ્ટ

કોલસો

કોલસો વનસ્પતિદ્રવ્યમાંથી તૈયાર થયેલો કાર્બનદ્રવ્યનો સ્તરબદ્ધ જથ્થો. કોલસો ઘનખનિજ બળતણ છે અને ગરમી તેમજ ઊર્જાપ્રાપ્તિ માટેનું સર્વસામાન્ય ઇંધન છે. આધુનિક સમયમાં યાંત્રિક સંચાલન માટે ઉપયોગમાં લેવાતા ઊર્જાસ્રોતો સૂર્યગરમી, પવન, ભરતીમોજાં, અણુશક્તિ, જળવિદ્યુત, કુદરતી વાયુ, ખનિજતેલ અને કોલસા પૈકી કોલસો ઓછી ઊંડાઈએથી વિપુલ પ્રમાણમાં મળી રહેતો હોવાને કારણે ઇંધન તરીકે તેને…

વધુ વાંચો >

ખનન

ખનન (mining) : ભૂગર્ભમાં રહેલ ખનિજસંપત્તિને બહાર લાવવાની કાર્યવહી. ખનિજસંપત્તિ એ એવા પ્રકારની અસ્કામત છે જેમાં સમય જતાં ઘટાડો થતો હોય છે, આથી ખનન વૈજ્ઞાનિક તથા શાસ્ત્રીય પદ્ધતિથી બને તેટલી કરકસરયુક્ત રીતે, પર્યાવરણ-સંતુલન તથા કામદારો અને કર્મચારી વર્ગની સુખાકારી વગેરે બાબતો ઉપર ધ્યાન આપીને યોજવું જરૂરી છે. (1) ભારતમાં ખનનવિજ્ઞાન…

વધુ વાંચો >

ખાણ

ખાણ ખાણ; ખાણ-ઇજનેરી; ખાણ-નકશા અને પ્રતિરૂપો; ખાણ-નિમ્નતંત્ર; ખાણ-જલનિકાસ; ખાણ-પર્યાવરણ; ખાણમાં પ્રકાશની વ્યવસ્થા; ખાણ-સંવાતન; ખાણ-સલામતી અને ખાણ અને ખાણ ધારા; ખાણિયાઓને થતા રોગો. પૃથ્વીના પોપડામાંથી ખનિજ પદાર્થો મેળવવા કરવામાં આવતાં ખોદકામ(excavation)ને ખાણ (mine) અને ખાણ અંગે ખોદકામ કરવાની પ્રક્રિયાને ખાણ-ઉત્ખનન (mining) કહેવામાં આવે છે. ખનિજ પદાર્થોમાં વિવિધ ધાતુઓ, કોલસો, પથ્થર, રેતી,…

વધુ વાંચો >

ખાણ-અવતલન

ખાણ-અવતલન (mine subsidence) : કુદરતી અથવા માનવપ્રેરિત ભૂવૈજ્ઞાનિક પરિબળોની અનુક્રિયા(response)રૂપ પૃથ્વીની સપાટીનું બેસી જવું તે. ભૂગર્ભીય (underground – U.G.) ખાણોમાંથી ખનિજનું નિષ્કર્ષણ પોલાણ (void) સર્જે છે આથી સપાટી પરની જમીન અથવા સંરચના(structure)ને ધરતીના પ્રચલન-(movement)ને કારણે થતી હાનિ(damage)ને ખાણ-અવતલન કહે છે. આને કારણે ખાણોમાં થતા અકસ્માતોને પરિણામે ખનિજનો સારો એવો જથ્થો…

વધુ વાંચો >