ઑઇલર કેલ્પિન હાન્સ ફૉન
ઑઇલર, કેલ્પિન હાન્સ ફૉન
ઑઇલર, કેલ્પિન હાન્સ ફૉન (જ. 15 ફેબ્રુઆરી 1873, ઓગ્સબર્ગ; અ. 6 નવેમ્બર 1964, સ્ટૉકહોમ) : શર્કરાના આથવણ અંગેના પ્રદાન માટે સર આર્થર હાર્ડેન સાથે રસાયણશાસ્ત્રના 1929ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. પિતા રૉયલ બેવેરિયન રેજિમેન્ટમાં જનરલ. મ્યુનિક એકૅડેમી ઑવ્ પેઇન્ટિંગમાં 1891-1893 દરમિયાન કળાનો અભ્યાસ. રંગના પ્રશ્નો, ખાસ કરીને વર્ણપટના રંગના અભ્યાસમાંથી તેઓ…
વધુ વાંચો >