એન્સોર જેમ્સ (સિડની) (બૅરન)

એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન)

એન્સોર, જેમ્સ (સિડની) (બૅરન) (જ. 13 એપ્રિલ 1860, ઓસ્ટેન, બેલ્જિયમ; અ. 19 નવેમ્બર 1949 ઓસ્ટેન, બેલ્જિયમ) : આધુનિક ચિત્રકલાનો અગ્રયાયી બેલ્જિયન ચિત્રકાર. વીસ વર્ષની ઉંમરે તે કુશળ ચિત્રકાર ગણાતો હતો. તેણે ભયાનક, બિહામણા, હાસ્યજનક અને જુગુપ્સાપ્રેરક મુખવટા તેમજ કટાક્ષચિત્રો દોર્યાં હતાં. 1883માં બ્રસેલ્સની રૉયલ આર્ટ કમિટીએ તેનાં ચિત્રોને નાપાસ કર્યાં.…

વધુ વાંચો >