ઉપેન્દ્ર છ. દવે

અગ્નિ–1 (ઊર્જા)

અગ્નિ–1 (ઊર્જા) : ગરમી અને ઘણી વાર જ્યોત સહિત ઝડપથી અને સતત ચાલતી રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતી ઊર્જા. વિશિષ્ટ ઉપચાયક પદાર્થો (oxidants) વપરાયા હોય તે સિવાય બળતણ ઝડપથી ઑક્સિજન સાથે સંયોજાવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. અગ્નિનો આદિમાનવે લાખો વર્ષ પહેલાં ઉપયોગ કર્યાના પુરાવાઓ મળેલા છે, પણ અગ્નિ પેટાવવાની ભરોસાપાત્ર પદ્ધતિઓ ઈ.…

વધુ વાંચો >

અપકેન્દ્રી પંપ

અપકેન્દ્રી પંપ : તરલ(fluid)ને ત્રિજ્યાની દિશામાં બહારની તરફ પ્રવેગ આપવા માટેની યાંત્રિક રચના. બધા પ્રકારના પંપો કરતાં અપકેન્દ્રી પંપ વડે તરલના વધુ જથ્થાની હેરફેર થઈ શકે છે. આ પ્રકારના પંપો તરલના થડકારરહિત અસ્ખલિત પ્રવાહ, મોટી ક્ષમતા માટેની અનુકૂળતા, સરળ સંચાલન અને ઓછી કિંમતને કારણે સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે.…

વધુ વાંચો >

અપઘર્ષકો

અપઘર્ષકો (abrasives) : કોઈ વસ્તુ(લાકડું, પથ્થર, ધાતુ, કાચ વગેરે)ની સપાટીને ઘસીને લીસી કરવા, ચળકતી કરવા અથવા તેને ચોક્કસ માપ પ્રમાણે આકાર આપવા માટે વપરાતા અતિકઠિન પદાર્થો. આ પદાર્થો ચૂર્ણ રૂપે, અથવા તેના કણોને સરાણની સપાટી ઉપર, કાપડ કે કાગળ ઉપર અથવા કર્તન ઓજાર (cutting tool) ઉપર ચઢાવેલી અણી (bit) રૂપે…

વધુ વાંચો >

અપસ્ફોટન

અપસ્ફોટન (knocking) : અંતર્દહન એન્જિનમાં પ્રસ્ફોટન (detonation)થી ઉત્પન્ન થતો ઘડાકા જેવો તીવ્ર ધ્વનિ. યોગ્ય રીતે કાર્ય કરતા પેટ્રોલ એન્જિનના દહનકક્ષ(combustion chamber)માં પેટ્રોલ-હવાનું મિશ્રણ અમુક ચોક્કસ દબાણે હોય ત્યારે ચોક્કસ સમયે સ્પાર્ક-પ્લગમાંથી તણખા ઝરતાં ઉત્પન્ન થતું અગ્ર (flame front) એકધારી ગતિએ આગળ વધે છે અને સઘળું મિશ્રણ સળગે છે. તેને લીધે…

વધુ વાંચો >

અશ્મીલભૂત ઇંધન

અશ્મીલભૂત ઇંધન (fossil fuel) : પૃથ્વીના પેટાળમાં મળી આવતો, સજીવમાંથી ઉદભવેલ ઊર્જાના સ્રોત (source) તરીકે વપરાતા પદાર્થોનો સમૂહ. આ ઇંધનો કાર્બનયુક્ત પદાર્થો છે, જેને હવા કે તેમાંના ઑક્સિજન સાથે બાળી શકાય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ (મુખ્યત્વે મિથેન), તૈલયુક્ત શેઇલ અને ડામર(tar)યુક્ત રેતી આ સમૂહનાં અગત્યનાં ઉદાહરણો છે.…

વધુ વાંચો >

આકારયંત્ર

આકારયંત્ર (shaper) : દાગીનાને સપાટ સપાટી આપતું યંત્ર. આ યંત્રમાં જે દાગીનામાં આકાર પાડવાનો હોય તેને યંત્રના ટેબલ ઉપર બેસાડેલા શિગરામાં મજબૂત રીતે પકડવામાં આવે છે. આ ટેબલ સાદું અથવા દાગીનાને કોઈ પણ જગ્યાએ ખાંચા પાડવાની સગવડ રહે એ રીતે તલકોણ ફેરવી શકાય એવા પ્રકારનું પણ હોય છે. યંત્રના રૅમને…

વધુ વાંચો >

ગતિનિયંત્રક

ગતિનિયંત્રક (governor) : ગતિ પર નિયંત્રણ રાખનારું સ્વયંસંચાલિત સાધન. સ્થાયી વપરાશના પ્રાથમિક ચાલકો (prime movers) જેવા કે ડીઝલ-એન્જિન; વરાળ, પાણી કે ગૅસથી ચાલતાં ટર્બાઇન વગેરે અમુક મુકરર ઝડપે ભ્રમણ કરે તે જરૂરી છે. ચાલકો ઉપરના ભાગમાં વધઘટ થાય અને તેમને આપવામાં આવતા ઇંધનનું પ્રમાણ હતું તેનું તે જ રહે તો…

વધુ વાંચો >