ઉદ્યોતકર-2
ઉદ્યોતકર-2
ઉદ્યોતકર-2 (નાગેશ ભટ્ટ અથવા નાગોજિ ભટ્ટ) (જ. 1650, સાતારા; અ. 1730) : શૃંગબેરપુરના રાજા રામસિંહના સભાપંડિત. પિતાનું નામ શિવભટ્ટ અને માતાનું નામ સતીદેવી. પાણિનિપરંપરાનુસારી નાગેશની વ્યાકરણવિષયક કૃતિઓમાં ‘લઘુશબ્દેન્દુશેખર’ (ભટ્ટોજિ દીક્ષિતની ‘સિદ્ધાંતકૌમુદી’ ઉપરની પ્રૌઢ ટીકા), ‘બૃહચ્છબ્દેન્દુશેખર’, પાતંજલ વ્યાકરણ મહાભાષ્ય ઉપર કૈયટે લખેલ ‘પ્રદીપ’ ટીકા ઉપર પોતાની ‘ઉદ્યોત’ નામની ટીકા, ‘પરિભાષેન્દુશેખર’, ‘લઘુમંજૂષા’…
વધુ વાંચો >