ઇન્દુલેખા (1889) : મલયાળમ ભાષાની જાણીતી સામાજિક નવલકથા. તેના લેખક ઓય્યાસ્તુ ચંતુમેનન (1847-1899) છે. તેઓ સાધારણ શિક્ષણ પામેલા હોવા છતાં પોતાની અભ્યાસવૃત્તિ અને કૌશલ્યને કારણે કાલિકટમાં સબ-જજના હોદ્દા સુધી પહોંચ્યા હતા. અંગ્રેજી નવલકથાઓના વાચનના શોખે તેમને મલયાળમમાં એક ઉત્કૃષ્ટ નવલકથા લખવાની અભિલાષા જગાડી. પરિણામે ‘ઇન્દુલેખા’ની રચના થઈ. આ કૃતિ લેખકે…
વધુ વાંચો >