આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ – ગ્વાલિયર

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ગ્વાલિયર

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ગ્વાલિયર (સ્થાપના 1922) : પુરાવસ્તુઓનો સંગ્રહ. 1913થી મહારાજા સિંધિયાની સૂચના પ્રમાણે ગ્વાલિયર આસપાસની પુરાવસ્તુઓ એકત્રિત કરવામાં આવી અને તે સર્વ પ્રદર્શિત કરવા માટે આ મ્યુઝિયમની સ્થાપના થઈ. આ મ્યુઝિયમમાં પ્રાચીન શિલ્પકૃતિઓ, શિલાલેખો, વિવિધ તામ્રપત્રો, અભિલિખિત મુદ્રાઓ, પાળિયા અને શિલાસ્તંભો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. વળી તેમાં ગોઠવેલી વિવિધ ધાતુ-પ્રતિમાઓ…

વધુ વાંચો >