આરતી કસ્વેકર

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ : ગાંધીજીના રચનાત્મક કેળવણીના ખ્યાલને લઈ ગ્રામાભિમુખ કેળવણીનું કામ કરતી ગુજરાતની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા. ગાંધીજીએ વર્ધા શિક્ષણ પરિષદમાં નઈ તાલીમનો વિચાર દેશ સમક્ષ રજૂ કર્યો. શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોળીએ 1937માં ગ્રામાભિમુખ કેળવણીનો પાયો ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં નાખ્યો. તેમાં ગ્રામસમાજ માટેની વિદ્યાની ઉપાસના કેન્દ્રમાં હતી, એટલે અભ્યાસક્રમો નવા…

વધુ વાંચો >

વૈધિક શિક્ષણ (formal education)

વૈધિક શિક્ષણ (formal education) : નિશ્ચિત ઉદ્દેશોને લક્ષમાં રાખીને વિધિવત્ રીતે અપાતું શિક્ષણ. આ પ્રકારનું શિક્ષણ માળખાગત હોય છે. તેમાં પ્રાથમિકથી માંડી યુનિવર્સિટી સુધીના શિક્ષણનો સમાવેશ થાય છે. આ શિક્ષણમાં પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, તાસપદ્ધતિ, પરીક્ષાપદ્ધતિ વગેરે બધું નક્કી કરેલું હોય છે. વિદ્યાર્થીઓએ અને શાળા-કૉલેજે તેને વળગી રહેવું પડે છે. ભારતની પ્રાથમિક…

વધુ વાંચો >

શાળા – એક શિક્ષકવાળી

શાળા – એક શિક્ષકવાળી : એવી શાળા જેમાં એક શિક્ષકને એક કરતાં વધારે ધોરણો એક જ ખંડમાં એકસાથે ભણાવવાં પડતાં હોય. ભારત નાનાં ગામડાંઓનો બનેલો દેશ છે. દરેક ગામમાં પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવી તે બંધારણીય ફરજ છે. 1થી 7 ધોરણની સાત (7) શિક્ષકવાળી અને ઓછામાં ઓછી સાત ખંડોવાળી શાળા એ…

વધુ વાંચો >