આફ્રિકન સાહિત્ય

આફ્રિકન સાહિત્ય

આફ્રિકન સાહિત્ય : આફ્રિકા ખંડનું અંગ્રેજી સહિત આફ્રિકન ભાષાઓમાં રચાયેલું સાહિત્ય. ત્રીસ ઉપરાંત દેશોને સમાવતા આફ્રિકા ખંડમાં 1,000 જેટલી બોલાતી ભાષાઓ 100 સમૂહમાં સમાવાઈ છે. તેમાંથી 50 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં નવલકથા, કવિતા, નાટક અને વાર્તાઓ રચાયાં છે. આ પ્રકાશનો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોની કૃતિઓ છે. પરંપરાગત સંસ્કૃતિઓમાં મૌખિક સાહિત્ય વિકસ્યું…

વધુ વાંચો >

ગુર્નાહ, અબ્દુલરઝાક (Gurnah, Abdulrazak)

ગુર્નાહ, અબ્દુલરઝાક (Gurnah, Abdulrazak) (જ. 20 ડિસેમ્બર 1948, ઝાન્ઝિબાર – હવે તાન્ઝાનિયા) : મુસ્લિમ પરિવારમાં જન્મેલા અબ્દુલરઝાક ઝાન્ઝિબારની ક્રાંતિ દરમિયાન 1960ના દાયકાના અંત ભાગમાં નિર્વાસિત તરીકે ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયેલા આફ્રિકન નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર અને વિવેચક છે. તેમને સંસ્કૃતિઓ અને ખંડો વચ્ચેની ખાડીમાં, વસાહતવાદના પ્રભાવ હેઠળ સમાધાનકારક પ્રતિકાર સાથે પ્રવેશતા નિર્વાસિતોનાં…

વધુ વાંચો >

ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine)

ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine) (જ. 20, નવેમ્બર, 1923, સ્પિંગ્સ, ગઉટૅન્ગ (Gauteng), દક્ષિણ આફ્રિકા; અ. 13 જુલાઈ, 2014 જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : વિશ્વવિખ્યાત દક્ષિણ આફ્રિકન નવલકથાકાર અને વાર્તાકાર. 1991માં સાહિત્યક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતા બન્યાં. તેમના પિતા ઇસોડોરે ગોર્ડિમર (Isodore Gordimer) લિથુઆનિયા(જે યુરોપ મહાદ્વિપમાં આવેલો એક દેશ)થી સ્થળાંતર કરીને દક્ષિણ આફ્રિકામાં આવીને…

વધુ વાંચો >

સોઇન્કા વોલ

સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…

વધુ વાંચો >