આગ્રે પીટર

આગ્રે, પીટર

આગ્રે, પીટર (Agre, Peter) (જ. 30 જાન્યુઆરી 1949, નૉર્થફિલ્ડ, યુ.એસ.) : અમેરિકાના જીવરસાયણવિદ (biochemist) અને 2003ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. આગ્રેએ 1970માં ઑગ્સબર્ગ કૉલેજ, મિનિયાપૉલિસમાંથી રસાયણશાસ્ત્ર મુખ્ય વિષય સાથે બી.એ.ની જ્યારે 1974માં બાલ્ટિમોરની જોન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનમાંથી એમ.ડી.ની પદવી મેળવી હતી. 1981માં અનુસ્નાતક તાલીમ માટે ફેલોશિપ…

વધુ વાંચો >