આકાશવાણી અને દૂરદર્શન

આકાશવાણી

આકાશવાણી : બિનતારી રેડિયો કાર્યક્રમ પ્રસારણને આકાશવાણી નામાભિધાન મૈસૂર કેન્દ્ર પરથી ડૉ. ગોપાલસ્વામીએ 1935માં આપ્યું. પરંતુ ભારતમાં રેડિયો-પ્રસારણની શરૂઆત તો ‘ઇન્ડિયન સ્ટેટ્સ ઍન્ડ ઇસ્ટર્ન એજન્સી લિ.’ દ્વારા 1922માં તત્કાલીન હિંદ સરકારને પ્રસારણ સેવા શરૂ કરવા જણાવાયું ત્યારથી થઈ. 1923ના નવેમ્બરમાં બંગાળની ‘રેડિયો ક્લબ’ને સથવારે કલકત્તામાં એક કેન્દ્ર શરૂ થયું. 1924ના…

વધુ વાંચો >

ઉપગ્રહ-પ્રસારણ

ઉપગ્રહ-પ્રસારણ : કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ધ્વનિ, ચિત્ર, સંકેતો, આંકડાઓ કે માહિતીનું પ્રસારણ. પૃથ્વીના ભ્રમણ સાથે એકધારો સતત અંતરે ઘૂમતો ઉપગ્રહ પૃથ્વી પરના કેન્દ્રથી સંકેતો ઝીલી વિશાળ વિસ્તારોમાં પાછા ફેંકે છે. ઉપગ્રહમાં એવી વ્યવસ્થા પણ હોય છે કે દ્વિમાર્ગી ટેલિફોન, ટેલેક્સ વગેરે માટે એકથી વધુ સંદેશાઓની સમાંતરે આપ-લે કરી શકાય. આ…

વધુ વાંચો >

કેસકર બી. વી.

કેસકર, બી. વી. (જ. 1903; અ. 1984) : કૉંગ્રેસના અગ્રણી કાર્યકર અને ભારત સરકારના માહિતી તથા પ્રસારણ ખાતાના પૂર્વ મંત્રી. ડૉ. બાલકૃષ્ણ વિશ્વનાથ કેસકરે પુણે, કાશી વિદ્યાપીઠ, હૈદરાબાદ જેવાં સ્થળોએ અભ્યાસ કર્યા પછી પૅરિસ જઈ ડી.લિટ્.ની પદવી મેળવી. 1920થી તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસ પક્ષમાં જોડાયા. ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન એમને…

વધુ વાંચો >

કોશિયા, ભૈરવી હેમંત

કોશિયા, ભૈરવી હેમંત (જ. 1 સપ્ટેમ્બર 1962, અમદાવાદ) : નૃત્યાંગના, નૃત્ય-નિર્દેશિકા, અભિનેત્રી, સમાચાર-વાચક અને ઉદઘોષિકા જેવાં કલાનાં વિવિધ ક્ષેત્રોમાં નામાંકિત ગુજરાતી મહિલા. વતન વીરમગામ. પિતાનું નામ નરેન્દ્ર વ્યાસ, જેઓ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના અર્થશાસ્ત્ર વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ બકુલાબહેન. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. ભૈરવીબહેને એસ.એસ.સી.ની પરીક્ષા 1981માં, બી.એ.(અર્થશાસ્ત્ર–આંકડાશાસ્ત્ર)ની પરીક્ષા…

વધુ વાંચો >

ગ્રામપ્રસારણ

ગ્રામપ્રસારણ : રેડિયો કે ટેલિવિઝન પરથી રજૂ થતા ગ્રામકેન્દ્રી કાર્યક્રમો. ગ્રામજનોને ઉપયોગી બને તેવા વિશેષ શ્રોતાઓ અને પ્રેક્ષકો માટેના કાર્યક્રમોનું પ્રસારણ રેડિયો માધ્યમના કેન્દ્રમાં છેક 1933થી રહ્યું છે. એમાં કાર્યક્રમ-પ્રસારણ, સમૂહશ્રવણ અને પ્રેક્ષણ(viewing)નું આયોજન, એ માટે રેડિયો કે ટીવી સેટની ઉપલબ્ધિ અને ભાવક- ભાગીદારીના વિવિધ તબક્કા અંગે પ્રયોગો થતા રહ્યા…

વધુ વાંચો >

ટેલિવિઝન

ટેલિવિઝન : ધ્વનિસહ, ર્દશ્ય ચિત્રનું વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા સંચારણ (transmission) અને અભિગ્રહણ (reception) કરતી પ્રયુક્તિ. તેની મદદથી કોઈ પણ ચિત્રને દૂર આવેલા સ્થળેથી જોઈ શકાય છે. ચલચિત્રની જેમ ટેલિવિઝનમાં ક્રમિક ચિત્રોની શ્રેણીનો સમાવેશ થાય છે. ર્દષ્ટિસાતત્યને કારણે પ્રતિબિંબોની આવી શ્રેણી મગજ ઉપર સળંગ ચિત્ર રૂપે નોંધાય છે. એક સેકન્ડમાં ઓછામાં…

વધુ વાંચો >

દૂરદર્શન

દૂરદર્શન : ભારતની ટેલિવિઝન પ્રસારણ-સંસ્થા. સ્ટુડિયો અને ટ્રાન્સમીટરની વ્યવસ્થા, કાર્યક્રમનું વૈવિધ્ય અને દર્શકોની વિશાળ સંખ્યાને કારણે દૂરદર્શન વિશ્વની એક વિશાળ પ્રસારણ-સંસ્થા છે. 1959ની 15મી સપ્ટેમ્બરે દિલ્હીમાં નાનકડા ટ્રાન્સમીટર અને અસ્થાયી સ્ટુડિયોની સહાયથી પ્રાયોગિક ધોરણે પ્રસારણનો સાવ સામાન્ય રીતે પ્રારંભ થયો. અઠવાડિયાના બે દિવસ દિલ્હીની આજુબાજુનાં વીસ ગામોમાં કૃષિ અને શિક્ષણ…

વધુ વાંચો >

પાઠક પ્રભાબહેન

પાઠક, પ્રભાબહેન (જ. 27 ડિસેમ્બર 1926, પછેગામ, વલ્લભીપુર; અ. 14 મે, 2016, અમદાવાદ) : રંગભૂમિ, રેડિયો અને ટેલિવિઝનનાં અભિનેત્રી. તેમણે અભિનયના ક્ષેત્રે છેલ્લા અડધા સૈકાથી વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ભાવનગર અને અમદાવાદમાં એમણે ઉચ્ચ શિક્ષણ લીધું અને પ્રસિદ્ધ કવિ-વિવેચક રામનારાયણ વિ. પાઠકના ભત્રીજા અરવિંદ પાઠક (જાણીતા અભિનેતા અને અનુવાદક) સાથે…

વધુ વાંચો >

પાડગાંવકર મંગેશ

પાડગાંવકર, મંગેશ (જ. 10 માર્ચ 1929, વેંગુર્લા; અ. 29 ડિસેમ્બર 2015, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લા ખાતે અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા 1956માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પસાર કરી અને તર્ખડકર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1958માં તે જ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

પિક્ચર ટ્યૂબ

પિક્ચર ટ્યૂબ : જુઓ ટેલિવિઝન.

વધુ વાંચો >