અલકા વ્યાસ
ઇલેક્ટ્રૉન વહનશૃંખલા
ઇલેક્ટ્રૉન વહનશૃંખલા (electron transport chain) : ઉપચયિક (oxidation) શ્વસન દરમિયાન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રૉનોનું સ્થાનાંતર કરીને ઑક્સિજન સાથેની પ્રક્રિયામાં મદદરૂપ થનાર સહઉત્સેચકોની શૃંખલા. આ શૃંખલામાં અનુક્રમે NAD+ (નિકોટિન એમાઇડ ઍડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ), FAD+ (ફ્લેવિન ઍડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ) Co-Q+ (સહઉત્સેચક Q) અને સાયટોક્રોમ (cyt) જૂથના સહઉત્સેચકો b, C1, C અને Aનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >ઉત્સ્વેદન
ઉત્સ્વેદન (transpiration) : વધારાના પાણીનો વરાળસ્વરૂપે હવાઈ અંગો દ્વારા નિકાલ કરવાની વનસ્પતિની પ્રક્રિયા. તેને બાષ્પોત્સર્જન પણ કહે છે. ઉત્સ્વેદન કરતી સપાટીને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પડે છે : પર્ણરંધ્ર (stomata) દ્વારા થતું રંધ્રીય ઉત્સ્વેદન, અધિસ્તરના કોષો વચ્ચે થતું ત્વચીય (cuticular) ઉત્સ્વેદન અને વાતછિદ્ર (air pores) દ્વારા થતું ઉત્સ્વેદન. મોટેભાગે ઉત્સ્વેદનપ્રક્રિયા…
વધુ વાંચો >નાઇટ્રોજનસ્થાપન (nitrogen fixation)
નાઇટ્રોજનસ્થાપન (nitrogen fixation) : હવામાંના નાઇટ્રોજન(N2)નું વનસ્પતિને અને એ રીતે પ્રાણીઓ તેમજ માનવીને પ્રાપ્ય એવા સ્વરૂપમાં રૂપાંતરણ (conversion). ભૌમિક (terrestrial) નાઇટ્રોજન-ચક્રનો તે એક અગત્યનો તબક્કો છે. વ્યાપક અર્થમાં તેને રાસાયણિક સંયોજનો બનાવવા દ્વારા વાતાવરણમાંના નાઇટ્રોજનનો ઉપયોગ કરીને નાઇટ્રોજનસ્થાપન દ્વારા રાસાયણિક સંયોજનો બને છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું કદથી પ્રમાણ 78 % (વજનથી…
વધુ વાંચો >