અર્ધચંદ્ર

અર્ધચંદ્ર

અર્ધચંદ્ર : મંદિરમાં ગર્ભગૃહમાં દાખલ થવા માટે ઉંબરામાં આવેલ અર્ધવૃત્તાકાર પગથિયું. એને ચંદ્રશિલા પણ કહે છે. અત્યંત સંભાળપૂર્વક કોતરાયેલું આ પગથિયું દરવાજાની રચના સાથે સંલગ્ન કરવામાં આવતું. પશ્ચિમ ભારતનાં મંદિરોમાં અને ખાસ કરીને જૈન મંદિરો અને રાજસ્થાનના ગૂર્જર સ્થાપત્યનાં મંદિરોમાં આવી રચના જોવા મળે છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >