અરૂક્ષા મ. શાહ
કૅસલ ગુસ્તાવ
કૅસલ, ગુસ્તાવ (જ. 20 ઑક્ટોબર 1866, સ્ટૉકહોમ; અ. 15 જાન્યુઆરી 1945, સ્ટૉકહોમ) : સ્વીડિશ અર્થશાસ્ત્રી. 1895માં તેમણે અપ્સાલા યુનિવર્સિટીમાંથી ગણિતમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ગણિતનું અધ્યાપન કરાવતાં તેમને અર્થશાસ્ત્રમાં અભિરુચિ જાગી. તે સમયે સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયના અધ્યયન માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગુસ્તાવ જર્મની ગયા. અર્થશાસ્ત્રમાં તેમનું પ્રથમ…
વધુ વાંચો >દ્વિપક્ષી વ્યાપારી કરાર
દ્વિપક્ષી વ્યાપારી કરાર : બે દેશો વચ્ચે વ્યાપાર અંગે કરવામાં આવતા વિશિષ્ટ કરારો. આર્થિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિકાસની સાથોસાથ કેટલીક બાબતોને કરારો દ્વારા નિયંત્રિત કરવાનો પ્રશ્ન બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં વધુ ધ્યાન ખેંચે તેવો બન્યો હતો. આવા કરારોનો મુખ્ય ઉદ્દેશ બે દેશો વચ્ચેના વ્યાપારમાં એકબીજાને વિશિષ્ટ સવલતો આપવાનો હોય…
વધુ વાંચો >નફો
નફો : માલની ખરીદકિંમત અથવા ઉત્પાદન-ખર્ચ તથા વેચાણકિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય વ્યવહારમાં હિસાબનીસો નફાની ગણતરી જે રીતે કરે છે તેની સમજૂતી આ રીતે આપી શકાય : માલની પડતર-કિંમત તથા વેચાણકિંમત વચ્ચેના તફાવતને નફો ગણવામાં આવે છે. જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં વધારે હોય તો નફો થાય છે એમ કહેવાય અને જો…
વધુ વાંચો >